જીવનની આ લાંબી મુસાફરીમાં એવું વિચારીને જ આગળ વધવું જોઇએ કે ગમે ત્યારે તમારો ખરાબ સમય આવશે. એટલે આવા સમય માટે થોડુંઘણું ધન અવશ્ય બચાવીને રાખવું..
જયારે માનવીનો ખરાબ સમય આવે છે ત્યારે તેના પોતાના પણ પારકા થઇ જાય છે. જો આવા સમયે ધન પાસે હોય તો એ કપરા સમયનો મુકાબલો થઇ શકે.
કન્યા ભલે સુંદર ન હોય પરંતુ સારા કૂળની ગુણવાન હોય તો લગ્ન કરી લેવા જોઈએ. લગ્ન ત્યાં જ કરવા જે લોકો તમારા બરાબરીયા હોય.
આ સંસારમાં બંધનો તો ઘણા બધા છે પરંતુ પ્રેમના બંધન કરતા બીજું કોઈ બંધન મોટું નથી. લાકડીમાં કાણું પાડનાર હથિયાર કમળના ફૂલમાં કાણું નથી પાડી શકતું.
જે સ્ત્રી બીજાને પ્રેમ કરે છે, બીજાને જુએ છે, તે સ્ત્રીનો પ્રેમ ગમે ત્યારે દગો આપી શકે છે. આવી સ્ત્રીથી હંમેશા દૂર રહેવું જોઈએ. કારણ કે તે કોઈ એકની બનીને નથી રહી શકતી.
એ સ્ત્રી સર્વોત્તમ માનવામાં આવે છે જે પવિત્ર હોય, ચાલાક હોય, પતિવ્રતા હોય, અને જે પોતાના પતિને પ્રેમ કરતી હોય, સત્ય બોલાતી હોય. આવા ગુણોવાળી સ્ત્રી જે ઘરમાં હશે તે ઘરમાં હંમેશા સુખ રહેરો, એ ઘરમાં હંમેશા ખુશીઓ રહેશે. એ ઘરને ભાગ્યશાળી ઘર કહી શકાય.
માનવી માટે એ જરૂરી છે કે તે જ્ઞાની વાતો સાંભળે અથવા ધર્મગ્રંથોનું અધ્યયન કરે, પરંતુ એ વાતનું ધ્યાન રાખે કે જે જ્ઞાન કોઈ મહાત્મા, વિદ્વાન, કે મુનિના મુખે સાંભળવાથી મળે છે અથવા જ્ઞાનને વિસ્તારપૂર્વક સમજી શકાય છે. તે સ્વયં વાંચીને પ્રાપ્ત નથી થતું.
પક્ષીઓમાં સૌથી નીચે અને ખરાબ વિચારવાળો પક્ષી કાગડો છે અને પશુઓમાં આ સ્થાન કુતરાને આપવામાં આવેલું છે. આવી જ રીતે આવું સ્થાન એ સાધુઓને આપવામાં આવેલું છે જે સાધુનો સ્વાંગ સજી પાપ કરે છે.
સૌથી મોટો પાપી અને ચંચળ એ હોય છે જે બીજાની નિંદા કરે છે. જેની નિંદા આપ કરી રહ્યા છો તે એ સમયે તો ત્યાં હાજર નથી હોતો પરંતુ એ પાપને પ્રભુ તો જોઈ રહ્યા હોય છે. તેનાથી સંતાઈને તમે ક્યાંયે નથી જઈ શકતા, માટે નિંદાના પાપથી બચો તેમાં જ તમારી ભલાઈ છે.
રજાનો એ ધર્મ છે કે તે પોતાના રાજ્યમાં વેશપલટો ફરી પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના સુખ-દુ:ખ જાણે. જો એ મહેલમાં જ બેસી રહેશે તો તેને પોતાની પ્રજાની સ્થિતિનું જ્ઞાન કેવી રીતે થશે ?
જે લોકો પાસે ધન હોય છે તેના મિત્રોની સંખ્યા પણ આપોઆપ જ વધી જાય છે. ધન આવતા જે સગાસંબંધીઓ તેનાથી દૂર રહેતા હતા, તે પણ પોતાનો પ્રેમ દર્શાવવા દોડતા આવે છે.
જેની પાસે ધન હોય છે લોકો તેને જ મોટો માનવી માનવા લાગે છે. જ્ઞાની, બુદ્ધિમાન વ્યક્તિને ધનવાનની પાછળ ફેંકી દેવામાં આવે