108 services

જય શ્રી કૃષ્ણ 🙏
જાપ કરવાની માળા 108 જ કેમ હોય છે? શું કારણ
આપડે સૌ એ આપડા દાદા — દાદી ને જાપ કરતા જોયા હસે જ. અને લગભગ લોકો ને ખબર પણ હસે કે જાપ કરવાની માળામાં 108 મણકા હોય છે. પરંતુ ઘણા ઓછા લકો ને ખબર હસે કે સુ કામ 108 મણકા j હોય છે. 108 મણકા ની પાછળ ઘણી બધી અલગ અલગ માન્યતા છે. જેમ કે……


આપણી શ્વાસોશ્વાસની ક્રિયા

શાસ્ત્રો અનુસાર એક સામાન્ય પૂર્ણ રૂપથી સ્વસ્થ વ્યક્તિ દિવસભરમાં જેટલી વખત શ્વાસ લે છે, તેની સાથે માળાના મોતીઓની સંખ્યા 108 સાથે સંબંધ છે. માની લો કે 24 કલાકમાં એક વ્યક્તિ 21600 વાર શ્વાસ લે છે. દિવસના 24 કલાકમાંથી 12 કલાક રોજીંદા કાર્યોમાં વ્યસ્ત રહે છે અને શેષ 12 કલાકમાં વ્યક્તિ 10800 વખત શ્વાસ લે છે. આ જ સમયમાં દેવી-દેવતાઓનું ધ્યાન કરવું જોઇએ પરંતુ એ સંભવ થઇ શકતું નથી. એટલા માટે 10800 વખત શ્વાસ લેવાની સંખ્યામાંથી પાછળના બે શૂન્યને બાદ કરીને જાપ માટે 108ની સંખ્યા નિર્ધારિત કરવામાં આવી છે. આ સંખ્યાના આધાર પર જાપના માળામાં 108 મોતી હોય છે.

સૂર્યની કળા

આ જ પ્રકારે બીજી માન્યતા અનુસાર, માળાના 108 મોતી અને સૂર્યની કળાઓનો સંબંધ છે. એક વર્ષમાં સૂર્ય 216000 કળાઓ બદલે છે. સૂર્ય વર્ષમાં બે વાર પોતાની સ્થિતિ પણ બદલે છે. એટલે માટે સૂર્યની છ માસની એક સ્થિતિમાં 108000 વખત કળાઓ બદલે છે. આ સંખ્યા 108000થી અંતિમ ત્રણ શૂન્ય હટાવી દેવામાં આવ્યા છે અને માળાના 108 મોતી નિર્ધારિત કરવામાં આવ્યા છે. માળાના એક-એક મોતી એક-એક કળાનું પ્રતિક છે. સૂર્ય જ વ્યક્તિને તેજસ્વી બનાવે છે. સમાજમાં માન-સન્માન અપાવે છે. સૂર્ય જ એકમાત્ર સાક્ષાત દેખાતા દેવ છે.


જ્યોતિષશાસ્ત્ર અનુસાર

જ્યોતિષ અનુષાર બ્રહ્માંડને 12 ભાગોમાં વિભાજિત કરવામાં આવ્યા છે. આ 12 રાશિયોમાં 9 ગ્રહ સૂર્ય, ચંદ્ર, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ વિચરણ કરે છે. એટલા માટે ગ્રહોની સંખ્યાના ગુણાકાર કરવામાં આવે તો રાશિયોની સંખ્યા 12માં તો સંખ્યા 108 પ્રાપ્ત થાય છે. માળાના મોતિયોની સંખ્યા 108 સંપૂર્ણ બ્રહ્માંડનું પ્રતિનિધિત્વ કરે છે.

ખગોળશાસ્ત્રના અનુસાર

માળામાં 108 મણકા હોવાના વૈજ્ઞાનિક કારણ અવકાશ વિજ્ઞાન અથવા ખગોળશાસ્ત્રના દૃષ્ટિકોણથી જોવામાં આવે, તો પછી આકાશમાં 27 તારામંડળો માન્યતા પ્રાપ્ત થઈ છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, દરેક નક્ષત્રમાં ચાર તબક્કાઓ હોય છે. આમ 27 ને 4 દ્વારા ગુણાકાર કરવાથી 108 મળે છે. તેથી, જો આ રીતે જોવામાં આવે તો, ગુલાબની દરેક મણકા તેના નકશત્રને તેના તબક્કા સાથે રજૂ કરે છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.