નીરજ નામના યુવાનને તેની લેમ્બર્ગી કાર વેચવી હતી, આ માટે તેણે તેના મિત્રોને ગ્રાહક શોધવાનું કહ્યું હતું. દિવાલને પણ કાન હોય છે અને વાત ફરતી ફરતી અહેમદ નામના યુવાન સાથે પહોંચી, આ અહેમદ નીરજના મિત્ર અમન હૈદરનો કોમન ફ્રેન્ડ હતો. અહેમદનો દાવો છે કે તેને નીરજ પાસેથી પૈસા લેવાના બાકી છે અને તે આપવાની આનાકાની કરી રહ્યો છે. અહેમદે કાર ખરીદવી છે તેવું બહાન કાઢ્યું અને અમને કહીને કાર ફાર્મહાઉસમાં મંગાવી હતી. પરંતુ અમને કાર લઈને હૈદરાબાદ એરપોર્ટ પર આવ્યો હતો. થોડા સમય બાદ નીરજ પણ ત્યાં પહોંચ્યો અને ત્યાં જબરજસ્ત બોલાચાલી થઈ હતી આ પછી અહેમદ તેના મિત્રો સાથે મળીને પેટ્રોલથી 1 કરોડની કાર સળગાવી મૂકી હતી. પેટ્રોલથી લગાડેલી આગ એટલી ભયંકર હતી કે જોતજોતામાં કાર સળગીને રાખ થઈ ગઈ હતી પોલીસ આવી ત્યારે તેના હાથમાં ખાલી રાખ આવી હતી.
કેટલાક લોકો, બદલો લેવા માટે, કાયદાની બહાર જાય છે
અને મૂર્ખ વસ્તુઓ કરે છે.
બદલાની સૌથી તાજેતરની ઘટનામાં, રૂ. 1 કરોડની
લેમ્બોર્ગિની ગેલાર્ડો સુપરકારને આગ લગાડવામાં આવી
એવું જાણવા મળ્યું છે કે પીળી લેમ્બોર્ગિની સળગાવવાનો વાયરલ વીડિયો હૈદરાબાદનો છે. અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે કે આ સુપરકારને એવા લોકોના જૂથ દ્વારા સળગાવી દેવામાં આવી હતી જેમને આ કારના માલિક દ્વારા નાણાં ચૂકવવામાં આવ્યા હતા.