હાર્દિક પંડ્યા સાથે 4.3 કરોડની ઠગાઈ

મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફ્રેંસ વિંગે કથિત છેતરપિંડીના ૩ વર્ષ જૂના કેસમાં હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાના સાવકા ભાઇ વૈભવની ધરપકડ કરી છે.

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર અને આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સના કેપ્ટન હાર્દિક પંડ્યાના સાવકા ભાઇની મુંબઇ પોલીસે ધરપકડ કરી છે. મુંબઇ પોલીસની ઇકોનોમિક ઓફ્રેંસ વિંગે કથિત છેતરપિંડીના ૩ વર્ષ જૂના કેસમાં હાર્દિક પંડ્યા-કૃણાલ પંડ્યાના સાવકા ભાઇ વૈભવની ધરપકડ કરી છે.

પોલીસે જણાવ્યું છે કે, હાર્દિકની ફરિયાદના આધારે એ વૈભવ પંડ્યાની ધરપકડ કરી છે. હાલ આરોપી વૈભવને 5 દિવસની પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યો છે. મુંબઇ પોલીસ અનુસાર, પોલીસે જે આરોપીની ધરપકડ કરી છે તે પંડ્યા બ્રધર્સનો સાવકો ભાઇ છે. જે મામલે તેની ધરપકડ કરી છે તે વર્ષ 2021નો છે.

પોલીસે જણાવ્યુ કે, પંડ્યા બ્રધર્સ સાથે મળીને આરોપી વૈભવ પંડ્યાને પોલીમર બિઝનેસની એક કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં હાર્દિક અને કૃણાલની પાર્ટનરશિપ 40-40 ટકા હતી, જ્યારે વૈભવની ભાગીદાર 20 ટકા હતી. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, 'પાર્ટનરશિપની શરતો અનુસાર, કંપનીનો નફો સમાન ગુણોત્તરમાં ત્રણ ભાગમાં વહેંચવાનો હતો. કંપનીના નફાની રકમ પંડયા બ્રધર્સને આપવાને બદલે આરોપી વૈભવે અલગ કંપની બનાવી નફાની રકમ તેમાં ટ્રાન્સફર કરી હતી. જેના કારણે પંડયા બ્રધર્સને લગભગ 4.3 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

મુંબઈ પોલીસે હાર્દિક અને કૃણાલ પંડ્યાના સાવકા ભાઈ વૈભવ પંડ્યાની એક હાઈ-પ્રોફાઈલ કેસમાં ધરપકડ કરી છે જેમાં બંને ભારતીય ક્રિકેટરોને સંડોવતા આશરે 4.3 કરોડની છેતરપિંડીનો સમાવેશ થાય છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ, 37 વર્ષીય વૈભવ પર એક ભાગીદારી પેઢીમાંથી આશરે ₹4.3 કરોડની ઉચાપત કરવાનો આરોપ છે, જેનાથી હાર્દિક અને કૃણાલ પંડ્યાને ભારે નુકસાન થયું હતું.

અહેવાલ મુજબ, ત્રણેય ભાઈઓએ ત્રણ વર્ષ પહેલાં ચોક્કસ શરતો સાથે સંયુક્ત રીતે પોલિમર બિઝનેસ સ્થાપ્યો હતો જેમાં ક્રિકેટર ભાઈઓએ 40% રોકાણ કરવાનું હતું જ્યારે વૈભવને રોજિંદા કામકાજનું સંચાલન કરવા ઉપરાંત 20% યોગદાન આપવાનું હતું.

ધંધાનો નફો પણ આ શેરો પ્રમાણે વહેંચવાનો હતો.

જો કે, વૈભવે કથિત રીતે તેના સાવકા ભાઈઓને જાણ કર્યા વિના આ જ વ્યવસાયમાં બીજી પેઢી સ્થાપી, આમ ભાગીદારી કરારનો ભંગ કર્યો.

પરિણામે મૂળ ભાગીદારીના નફામાં ઘટાડો થયો હતો અને અંદાજે 3 કરોડનું નુકસાન થયું હતું.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.