"ચાણક્ય નીતિ 6"

જે દેશમાં અજ્ઞાની (મૂર્ખ) માનવીને આદર આપવામાં નથી આવતો, તેમને મહત્વ આપવામાં નથી આવતું ત્યાં અન્ન કદી ખૂટતું નથી. એ સુરક્ષિત રહે છે.
જે ઘરમાં પતિ - પત્ની વચ્ચે ઝઘડો ન થતો હોય ત્યાં લક્ષ્મી આપોઆપ પધારે છે. તેમને લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે કશું કરવાની જરૂર પડતી નથી.

કોઈપણ દેશને મહાન બનવું હોય તો ત્યાં બુદ્ધિમાનો, જ્ઞાનીઓને પુરેપૂરો સન્માન, આદર આપી મુર્ખાને રાજ્યના કારભારથી દૂર રાખવા જોઈએ તેમજ અન્ન અને ધનના ભંડારો ભરેલા રાખવા જોઈએ.

વિધા તો કામધેનું ગાય સમાન છે. વિધા માનવીને બધા સુખ આપે છે જે એને ખરા મનથી પોતાની બુદ્ધિમાં ગ્રહણ કરી લે છે.

વિધા એક ગુપ્ત ધન છે જેને કોઈ જોઈ શકતું નથી, કોઈ ચોર તેને ચોરી શકતું નથી, કોઈ તેને લુંટી શકતું નથી. તે બધી રીતે સુરક્ષિત રહે છે. એ કદાપી ખોવાતું નથી.

વિદ્વાનો અને જ્ઞાનીઓની સંગત ભગવાનના ધ્યાન, દર્શન માટે પુરતી છે. પ્રયાસ કરવો એ શ્રદ્ધા છે. જો માનવીના હૃદયમાં શ્રદ્ધા છે તો કોઈ કામ અશકય નથી.

જેનું સ્વાસ્થ્ય સારું છે, જેને કોઈ રોગ નથી તેણે મુત્યુ આવે તે સમય સુધી મોક્ષ પ્રાપ્ત કરવા માટેના પ્રયત્નો કરવા જ જોઈએ. માનવી માટે એ જરૂરી છે કે તે દાન પુણ્ય, લોક કલ્યાણ તથા દીન - દુ:ખીની મદદ કરે.

ખરાબ કર્મોથી બચનાર માનવી ઉપર ઈશ્વર પ્રસન્ન રહે છે. સારા કર્મો જ સૌથી મોટો માનવધર્મ છે, આ જ જ્ઞાન કલ્યાણ માર્ગ છે.

અ શરીર અમર નથી તેને એક દિવસે નાશ થવાનું જ છે તો પછી આવા શરીરથી શુભ કર્યો કેમ ન કરવા ?

દરેક માતા - પિતા માટે એ જરૂરી છે કે તેઓ અજ્ઞાની અને મુર્ખ સંતાનના દીર્ઘાયુની કામના ન કરે, દુવા ન માંગે, કારણ કે આવા સંતાનના મૃત્યુનું દુ:ખ તો થોડા સમય માટે રહેશે. પરંતુ જો તે લાંબા સમય સુધી જીવશે તો એનું દુઃખ લાંબા સમય સુધી રહેશે.

જ્ઞાની પુત્ર માતા - પિતાનું નામ ઉજાળે છે. જયારે અજ્ઞાની અને મૂર્ખ તેમજ બુદ્ધિહીન સંતાન વંશના માથે કલંક સમાન હોય છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.