"ચાણક્ય નીતિ 7"

કોઈ નીચ માનવીને ત્યાં નોકરી, વાસી અને બગડેલું ભોજન, પુત્રી, સ્ત્રી, મુર્ખ સંતાન, વિધવા પુત્રી આ બધા માનવીના શરીરને વગર અગ્નિએ અંદરને અંદર બળતા રહે છે.

જેવી રીતે દૂધ ન આપનાર ગાયથી કોઈ લાભ નથી મળતો તેવી રીતે એવા પુત્ર થી પણ કોઈ લાભ નથી જે માતા-પિતાની સેવા ન કરતો હોય.

જેવી રીતે લોકો વાંઝણી ગાયને ઘરમાં રાખવાનું પસંદ નથી કરતા, એવી રીતે જ ચરિત્ર હીન અને નાકમાં સંતાનને પણ ઘરમાં રાખવું જોઈએ નહિ.

જો તમે કોઈપણ વસ્તુની સાધના તથા તપ કરવા ઇચ્છતા હો તો આ કાર્ય તમારે એકાંતમાં જ કરવું પડે. એકાંતમાં જ મન શાંત અને સ્થિર રહે છે. આત્મ અને પરમાત્મા નો મેળાપ માત્ર એકાંત માં જ થાય છે.

નિર્ધન માનવીઓ પોતાની ગરીબાઈથી એટલા દુ:ખી થઈ જાય છે કે તેમને કશું સારું નથી લાગતું. ગરીબ તથા દુ:ખી માનવીને જોઈ તેના નીકટના મિત્રો, સગા પણ તેનાથી નજર બચાવી એટલા માટે સટકી જાય છે કે કદાચ એ કોઈ મદદ ના માંગે,

જે જ્ઞાની લોકો શાસ્ત્રોનું નિરંતર અધ્યયન નથી કરતા તેઓ નામના તો પંડિત જરૂર બની જાય છે પરંતુ જયારે પંડિતોની સભામાં જઈ જ્ઞાનની વાતો કરે છે. તો લોકો તેમની હાંસી ઉડાવે છે.

સન્માનિત વ્યક્તિને પોતાનું અપમાન મૃત્યુ કરતા વધારે વસમું લાગે છે.

નિર્ધન તથા ગરીબ માનવી માટે દરેક પ્રકારની સભાઓ નકામી છે. તે કોઈ સારી સભા, સમાજમાં જતો રહે તો ત્યાં તેનું અપમાનજ થાય છે. તેથી તેઓએ આવી સભાઓમાં ન જવું જોઈએ કે જ્યાં તેનું અપમાન થતું હોય.

નિર્ધનતા, ગરીબાઈથી સંઘર્ષ કરવા માટે બુદ્ધિની જરૂર પડે છે. બુદ્ધિની શક્તિથી જ તમે ગરીબીના શ્રાપમાંથી મુક્તિ પામી શકો છો. ધર્મ માત્ર દયાનું જ નામ છે. એ ધર્મ ને કદી ધર્મ માની શકતો નથી જેમાં દયા ના હોય.

જે ગુરુ પાસે જ્ઞાન ન હોય, તેના શિષ્ય થવાથી શો લાભ? જે સ્ત્રી પોતાના પતિ સાથે દરરોજ ઝઘડા કરતી હોય એને પણ ઘરમાં રાખવાથી શો લાભ? જે લોકો સંકટની ઘડીએ તમારો સાથ ના આપતા હોય તેવા લોકોની સાથે સંબંધ રાખવાથી શો લાભ? સારા અને જ્ઞાની લોકો હમેશા આવી વસ્તુઓથી દુર રહે છે.

જે લોકો હમેશા પગપાળા યાત્રા કરે છે તેમને ખાવા પીવાની કોઈ ચિંતા નથી રહેતી. કારણકે તેઓ જાણે છે કે એમના માટે એનો કોઈ નિયમ કે નિર્ધારિત સમય નથી હોતો. જે મળશે, જેવું મળશે તે ખાઈ લઇશું.

આ વાતો થી તેમના શરીર સ્વાસ્થ્ય પર ખરાબ અસર થાય છે. અને તે સમય પહેલા જ ઘરડા થઇ જાય છે. આથી મુસાફરી કરનાર પુરુષ, અમૈથુન સ્ત્રીઓ માટે, અને કરડા તડકામાં કાપડ માટે હમેશા નુકશાન જ છે.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.