વ્યવહારિક રીતે જાપાનમાં ઉપયોગમાં 5g છે.
કોઈ ટેક્નોલોજીનું ટેસ્ટિંગ કરવું એ અલગ છે, અને દેશની 65% વસ્તી જે ઉપયોગ કરે તે વ્યવહારુ કહેવાય.
જાપાન 6g માટે ફીનલેન્ડ સાથે mou કરી ચૂક્યું છે.. અને 7g માટે ઇન્ફ્રાસ્ટ્રકચર ફિઝિબલિટી વગેરે માટે તૈયારી કરી રહ્યું છે..
જાપાનમાં 2020માં વ્યવહારિક 5g, એટલે કે બધા લોકો માટે 5g સેવા ઉપલબ્ધ થઇ…મોટી કંપની જેવીકે docomo, softbank વગેરે અત્યારે પણ 5g સેવા જ આપે છે.
🧭🧭🧭
જાપાન સરકાર 2024 સુધીમાં આખા જાપાનમાં 5g સેવા પહોંચાડવા કાર્યરત છે.
અત્યાર સુધીમાં જાપાન 6g અને 7g માટે 12 થી વધુ વખત ટ્રાયલ કરી ચૂક્યું છે.. એટલે ઘણા લોકોને ન્યુઝ વાંચીને એવુ લાગે કે આ બધું પબ્લિક માટે પણ ઉપલબ્ધ છે.. પણ એવુ ખરેખર નથી..
બે મિનિટ માટે વિચારો કે 6g ભારતમાં આવી ગ્યું..તો સામાન્ય પ્રજા એનું શું કરશે..?
એક લિમિટથી વધારે સ્પીડની સામાન્ય પ્રજાને જરૂર જ નથી…
મારી પાસે હાઈ સ્પીડ ઇન્ટરનેટ છે…પણ શું હું આખો દિવસ ડાઉનલોડ કરીશ? કરીશ તો સેવ ક્યાં કરું? હાર્ડ ડિસ્કનું નાનું બોક્સ ભરાય ગયું છે. 😂 હવે શું.?
આ એક ચાર્ટ જુઓ…
6g ની સ્પીડ પ્રમાણે એક આખુ ફૂલ HD મુવી એક સેકંડમાં ડાઉનલોડ થઈ જાય.. આખો દિવસમાં કેટલા મુવી જોવાના..? પછી મોબાઇલ ડેટાનું રીચાર્જ કેટલાનું કરવાનું..?
સાવ સાચું કહું તો 40MBps થી વધુ સ્પીડની જરૂર જ નથી ફોનમાં..
વધારે સ્પીડની જરૂર જેમકે રેલવે નાં સર્વર, મિલ્ટ્રી લેવલ સર્વર, કોર્પોરેટ કંપની વગેરેને છે.. જે લોકો પાસે તો પહેલાથીજ લેંડલાઇન હાઈસ્પીડ બ્રોડબેન્ડ છે…
જે લોકો મારાં જેવા પ્રોફેશનલ છે જેને ક્યારેય મોબાઈલ ડેટાની વધારે જરૂર નથી.. બ્રોડબેન્ડ જ કાફી છે..
વાસ્તવિક રીતે જુઓ તો ભારતમાં 4g પણ બરોબર નથી.. સ્પીડ નથી આવતી કારણ કે એક જ ટાવર પેનલ માં હજારો ગ્રાહકો છે.. મોબાઇલ કંપની સસ્તો ડેટા એટલે જ આપે છે…કારણ કે બધાને કવરેજ હોય સ્પીડ હોય તો બધું મેઇન્ટેન કરવા ખૂબ ખર્ચ થાય… હાલમાં કોલ ડ્રોપ પણ એટલા છે કે સરકાર પણ આ બાબતે એલર્ટ થઇ છે.. ભારતમાં 2030માં 6g આવે એવી શક્યતા છે..
તો હવે મુળ વાત… જાપાનમાં 7g કે 6g ટેસ્ટ થયું છે.. પણ બધા માટે ઉપલબ્ધ નથી..અને સ્પીડનો રેકોર્ડ જાપાન પાસે જ છે…
આભાર 🙏🏻. 😊.