સુખ દુઃખના વચ્ચે રહેલા અંતરને ઓળખો. સુખ પ્રાપ્ત કરવા માટે દુઃખથી મુક્તિ પામવું જરૂરી છે.
બ્રાહ્મણ, ક્ષત્રિય વૈશ્ય આ બધાના ગુરુ ઇષ્ટદેવ અગ્નિ છે. બ્રાહ્મણ બધી જ જાતિઓનો ગુરુ છે. નારીનો ગુરુ એનો પતિ છે.
સોનાને જયારે આગમાં તપાવીને ઓગાળવામાં આવે છે ત્યારે જ જાણ થાય છે કે તે અસલી સોનું છે કે નકલી. તેવી જ રીતે કોઈ માનવીને જાણવા માટે તેની ચારે પ્રકારે કસોટી કરવામાં આવે છે. (1) ત્યાગ (2) વર્તન (3) ગુણ (4) તેણે જેટલા કર્યો કર્યા હોય તેની સમીક્ષા.
સારા લોકોની ઓળખાણ આવી રીતે થાય છે. તેના ગુણ કેવા છે ? તે કેટલો જ્ઞાની છે ? બુદ્ધિ કેવી છે ? સમાજમાં તેનું ચારિત્ર્ય કેવું છે ? શ્રેષ્ઠ માનવીઓ પોતાના ગુણોના આધારે જ ઓળખાણ પામે છે.
જેવી રીતે એક જ વૃક્ષ ઉપર ઉગનાર બોર અને કાંટા એક સ્વભાવના નથી હોતા તેવી રીતે જ એક માતાના ગર્ભમાંથી જન્મ લેનાર બાળકો પણ એક સ્વભાવના નથી હોતા, આજ પ્રભુની વિચિત્ર લીલા છે. એની ઉપર માનવીનો કોઈ અધિકાર નથી.
જે લોકો મૂર્ખ હોય છે તેઓ ક્યારેય મૃદુભાષી નથી હોતા. જે લોકો ચોખ્ખી વાત મોફાટ કહી દે છે તેઓ ક્યારેય દગાબાજ, જુઠા નથી હોતા, આવા માણસો જ સુખ પ્રાપ્ત કરે છે કારણ કે તેઓ કોઈનું બુરું નથી કરતા.
મૂર્ખ (અજ્ઞાની) લોકો જ્ઞાનીઓની નફરત કરે છે. જે લોકો ગરીબ છે તેઓ ધનવાનને જોઇને બળે છે.
વેશ્યાઓ પતિવ્રતા ધર્મ પાળનાર સ્ત્રીઓને જોઈને અને વિધવાઓ સૌભાગ્યવતી સ્ત્રીઓને જોઈ ઈર્ષાથી સળગવા લાગે છે. હું એમ કહું છું કે જ્ઞાની લોકો અજ્ઞાનીઓની, ધનવાન લોકો નિર્ધનની, પતિવ્રતા સ્ત્રીઓ વેશ્યાઓની અને સૌભાગ્યવતી સ્ત્રીઓ
વિધવાઓની ઉપેક્ષા કરે.
દાન કરવાથી દરિદ્રતા, ગરીબાઈનો નાશ થાય છે. ઉત્તમ તીવ્ર બુદ્ધિથી અજ્ઞાનતા દૂર થઈ જાય છે.
જો તમે જ્ઞાનની શક્તિ ધરાવો છો તો ભય તમારી પાસે આવશે જ નહિ, જ્ઞાનથી મોટી શક્તિ બીજી કોઈ નથી. તમારું ધન ચોરાઈ શકે છે પરંતુ જ્ઞાનને કોણ ચોરી શકવાનું હતું ? કોઈ નહિ.
સંસારમાં સૌથી મોટો રોગ કોઈ હોય તો એ છે કામવાસના, આ રોગ એવો છે જે માનવ શરીરને અંદરોઅંદર ઉધઈની જેમ ખાઈ જાય છે. માનવીના બીજા શત્રુનું નામ છે મોહ. ક્રોધથી ભયંકર બીજી કોઈ આગ નથી, જે માનવ શરીરને અંદરોઅંદર બાળતી રહે છે. અને માનવીને તેની જાણ પણ થતી નથી.
જ્ઞાન જ માત્ર એવી શક્તિ છે, જેના વડે આ બધા શત્રુઓથી મુક્તિ પામી શકાય છે.