જે લોકોએ પોતાની ઇન્દ્રિઓને પોતાના વશમાં કરી લીધી હોય તેમના માટે જીવનથી મોહની વિશેષતા નથી રહેતી. જે લોકો જ્ઞાની છે, બુદ્ધિમાન છે. તેમના માટે સંસારના તમામ ખજાના વ્યર્થ છે. ધન અને જ્ઞાનની તુલનામાં તેઓ જ્ઞાનને વધુ મહત્વ આપે છે.
સમુદ્ર ઉપર વર્ષા થશે તો તેનાથી શો ફાયદો થવાનો ? જેનું પેટ પહેલાથી ભરેલું હોય તેને ભોજન કરાવવું વ્યર્થ છે. જેની પાસે પહેલાથી જ ધનના ઢગલા હોય તેને દાન આપવાથી કોઈ લાભ નથી.
વર્ષાની ખરી જરૂર તો એ સુકા ખેતરોને છે. ભોજનનો આનંદ તો કોઈ ભૂખ્યા માનવી જ લઇ શકે છે. અને દાનનું પુણ્ય પણ એ જ સમયે મળશે જયારે તમે કોઈ નિર્ધનને મદદ કરશો.
સૌથી પવિત્ર પાણી એ જ હોય છે, જે વાદળોમાંથી વરસે છે. સૌથી મોટું બળ આત્મબળ છે. અન્નથી વધીને બીજો કોઈ ખાધ પદાર્થ નથી. જ્ઞાની લોકો હંમેશા આ શિક્ષાને યાદ રાખે છે.
જે લોકો ગરીબ છે તેઓ હંમેશા ધનની આશા કરતા હોય છે, અને પશુઓ ઇચ્છે છે કે તેઓ પણ બોલીને વાતો કરે. દરેક માનવી સ્વર્ગલોકની આશાએ જીવતા હોય છે. આ દુનિયાનો નિયમ છે કે જે કંઈ તેમની પાસે નથી હોતું તેની આશા લગાવીને બેસી જાય છે. આ જીવન પણ એક આશા જ છે.
દરેક માનવી પોતાનામાં કોઈને કોઈ ઉણપ મહેસુસ કરે છે. જે કાંઈ તેની પાસે છે તેને તેઓ ભૂલી જાય છે. અને જે નથી તેની આશામાં ગાંડા બની કરે છે. ધીરજ તો કોઈની પાસે નથી.
સત્યની શક્તિ મહાન છે. આ સત્યની સૌથી મોટી સાબિતી આ પૃથ્વી છે. તમે જ કલ્પના કરો કે આ મહાન પૃથ્વી કઈ શક્તિના આધારે ટકેલ છે. હજારો લાખો કોસો દૂરથી આવનાર સૂર્યના પ્રકાશને જોઈ તમને સત્યની શક્તિ વિશે માન નહિ થાય ? આ બધું એ મહા શક્તિની ભેટ છે જેને આપણે પ્રભુ કહીએ છીએ અને તેજ સત્ય છે.
આ જગતમાં લક્ષ્મી સ્થિર છે પરંતુ જીવન સ્થિર નથી. આ ઘર, સગા - સંબંધીઓ બધા જ એક દિવસે નાશ પામવાના છે. આ દુનિયા આખી નાશવંત છે. આ સંસારના સર્જનહાર એકમાત્ર ભગવાન છે.
અવિનાશી ભગવાન સંસારનો સ્વયં નાશ કરે છે. અને સ્વયં એની રચના પણ કરે છે. તે જ એક ધર્મ છે. તે જ ઈશ્વર છે. આપણા બધાનું એ કર્તવ્ય છે કે એ પ્રભુને સદા યાદ રાખીએ.
માનવીઓમાં હજામને, પક્ષીઓમાં કાગડાને, પશુઓમાં ઝરખને અને સ્ત્રીઓમાં માલણને મલીન માનવામાં આવે છે. આ ચારે જણા કારણ વગર કામ બગાડવા હંમેશા તત્પર રહે છે. કામ બગાડવામાં તેમને વાર નથી લાગતી.
માનવીને જન્મ આપનારા, યજ્ઞોપવિત સંસ્કાર કરાવનાર, પુરોહિત, શિક્ષા આપનાર, આચાર્ય, ભયથી મુક્તિ અપાવનાર અથવા રક્ષા
કરનાર, આ પંચે જણા પિતા સમાન હોય છે. માણસની એ ફરજ છે કે તે આ લોકોની આજ્ઞા પિતાનો સંદેશ સમજી માને.
રાજાની પત્ની, ગુરુની પત્ની, મિત્રની પત્ની, પત્નીની માં, આ બધાને પોતાની માતા સમજી તેમની પૂજા કરવી. તેમન વિશે ક્યારેય
ખરાબ વિચારો પોતાના મનમાં લાવવા નહિ. બુદ્ધિમાન લોકોની આ ફરજ છે.