વરસ 2016 માં 30,000/- રૂપિયાનું રોકાણ અને આજે ભારતના 101 મા યુનિકોર્ન સ્ટાર્ટઅપ કંપનીના માલિક.
પ્રયાગરાજ શહેરના અલખ પાંડે IITવમાંથી એન્જિનિયર બનવાની મહેચ્છા ધરાવતા હતા. પરંતુ ઘરની નબળી આર્થિક સ્થિતિ કારણે એ IIT માં તો એડમિશન ન મેળવી શક્યા.
કાનપુર માં એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરવા માટે તેના માતા-પિતાએ તેમનું એક્માત્ર ઘરનું ઘર વેચવું પડ્યું, જેથી અલખ કોલેજમાંથી તેનું એન્જિનિયરિંગ પૂર્ણ કરી શકે, અને એ કોલેજ અભ્યાસના પહેલા દિવસથી જ દિવસથી, એમણે પૈસા કમાવવા અને તેના માતાપિતાએ વેચેલું ઘર પાછું મેળવવા માટે ટ્યુશન દ્વારા ભણાવવાનું શરૂ કર્યું.
તે ઘરે ઘરે ભણાવવા જતા, વર્ગો લેતા અને બચત કરતા રહ્યા.
એક વ્યક્તિને જે મર્યાદાનો અનુભવ થાય એ એમને પણ થયો. સ્કેલ જે લેવલ પર જવો જોઈએ એ લેવલની કામગીરી વધી ન શકી. સમય અને શારિરીક શ્રમની મર્યાદા નડતી રહી.
2016 માં, તેણે ફિઝીક્સ શીખવવા માટે તેની યુટ્યુબ ચેનલ શરૂ કરવાનું નક્કી કર્યું, અને તેનું નામ ફિઝીક્સ વાલા (Physics Wallah) રાખ્યું.
એ પછી તમામ ફોકસ એમણે આના પર કર્યું. ચેનલ શરૂ કરી એના ટુંક સમયમાં, એમણે ઑફલાઇન વર્ગો બંધ કર્યા., અને ફક્ત તેની યુટ્યુબ ચેનલ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, અને ત્યાં મફતમાં શીખવવાનું ચાલુ કર્યું.
પ્રથમ વર્ષમાં, તેને 10,000 સબ્સ્ક્રાઇબર્સ અને વિદ્યાર્થીઓનો એક એવો સમુદાય મળ્યો, જેઓ અલખને સાંભળવાનું પસંદ કરતા હતા. આ લોયલ વિદ્યાર્થીઓ જ એના પ્રસારક અને પ્રચારક બન્યા. એક આડવાત એમને નાટક અને અભિનય પ્રત્યેના ઘણો પ્રેમ છે. અને આ કારણે જ એમના લેક્ચરમાં હાઈ એનર્જી, વોઇસ મોડ્યુલેશન અને સ્ટોરી ટેલીંગ દ્વારા ફિઝીક્સ જેવા વિષયને પણ રસીક બનાવી દીધો. ધીમે ધીમે, તેમના સબ્સ્ક્રાઇબર્સમાં વધારો થયો.
આમાં ટર્નિંગ પોઈન્ટ એ હતો જ્યારે તેણે તમામ વિષયોને આવરી લેતી સંપૂર્ણ IIT-JEE એન્ટ્રન્સ કીટ (રેકોર્ડેડ વિડિયો લેક્ચર) માત્ર રૂ. 3500માં વેચવાનું શરૂ કર્યું. એ સમયે જ્યારે પ્રતિષ્ઠિત અને મોટા કોચિંગ ક્લાસીસમાં લાખો રૂપિયા ફી વસૂલતી હતી, ત્યારે તેમનો રૂ. 3500નો કોચિંગ કોર્સ ખૂબ સફળ રહ્યો હતો.
અનએકેડમી દ્વારા તેમને રૂ. 40 કરોડના પેકેજની ઓફર પણ કરવામાં આવી હતી... પરંતુ એમણે એ ઓફર નકારી કાઢી હતી.
યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબર્સ વધ્યા, પેઇડ યુઝર્સ વધ્યા અને એમનું સંપૂર્ણ ફોકસ શિક્ષણ પદ્ધતિ, વિષયમાં ઊંડાણ સાથે સરળતા અને વિદ્યાર્થીઓને એમ્પાવરમેન્ટ સાથે પ્રોત્સાહિત કરતા રહ્યા.
માર્ચ, 2022 માં, એટલે કે 3 મહિના પહેલા, તેમની કંપનીએ રોકાણકારો સાથે વાત કરવાનું શરૂ કર્યું, અને બે દિવસ પહેલા, એમણે $100 મિલિયનનું તેમનું પ્રથમ ભંડોળ પ્રાપ્ત કર્યું
પરંતુ એ સમાચાર અગત્યના નથી. વધુ અગત્યના સમાચાર એ છે કે, તેમના પ્રથમ ફંડિંગ રાઉન્ડ સાથે, તેઓ $1.1 બિલિયન મૂલ્યાંકન સાથે યુનિકોર્ન બની ગયા છે.
આ ભારત માટે એક પ્રેરણાદાયી અને અભૂતપૂર્વ ઘટના છે.
એમના આંકડા પણ મજબૂત છે. તેઓ રૂ. 24 કરોડ વાર્ષિક આવક પેદા કરે છે, તેમાંથી રૂ. 6.9 કરોડનો નફો કરે છે,
લગભગ 8 મિલિયન (80 લાખ) યુટ્યુબ સબ્સ્ક્રાઇબર્સ અને વિદ્યાર્થીઓ સાથે 1900 કર્મચારીઓ અને 20 ઑફલાઇન કોચિંગ સેન્ટરો ધરાવે છે.
એક વ્યક્તિ, જેણે રૂ. 30,000 ના રોકાણ સાથે યુટ્યુબ ચેનલ શરૂ કરી, જેમાં તેણે ટ્રાઇપોડ, વ્હાઇટ બોર્ડ અને સ્માર્ટફોન ખરીદ્યો, તે 6 વર્ષમાં કોઈક રીતે ભારતનો 101મો યુનિકોર્ન બની ગયો છે. આ પ્રશ્નનો જવાબ શોધવાની જરૂર છે ખરી?
ફોકસ + સાતત્ય + ઈનોવેશન = સફળતા.