ડેવિડ : શું તમે તમારા માતાપિતા સાથે રહો છો? શું આ વાત સાચી છે? અને શું પુખ્તવયના યુવાનો માતા પિતા સાથે રહે એ ભારતમાં સામાન્ય છે?
ઐશ્વરીયા : હાં, માતા પિતા સાથે રહેવામાં શું ખોટું છે! તમે જોવો, આ રીતે માતા પિતા સાથે ડિનર કરવા માટે છોકરાવને એપોઇન્ટમેન્ટ નથી લેવી પડતી.
લોકોએ ઐશ્વરીયા રાયના આ ઉત્તરને તાળીયોના ગડગડાટ સાથે વખાણ્યો અને ડેવિડ અવાચક થઇ ને બોલ્યા કે આ શીખવા જેવી વસ્તુ છે.
ઐશ્વર્યા રાયના આ જવાબને 15 વર્ષ વીત્યા છતાં મારાં મતે કોઈ અભિનેત્રીએ ઇન્ટરવ્યૂમાં કહેલો ભારતની સંસ્કૃતિ માટેનો આ શ્રેષ્ઠ જવાબ છે.
પ્રશ્ન : એવી કઈ વસ્તુ/બાબત છે જે ભારતના લોકો માટે લગભગ અશક્ય છે?
ઉત્તર : વિદેશમાં જેવી સિસ્ટમ છે કે બાળકો 18 વર્ષના થાય એટલે માંબાપનું ઘર છોડીને સ્વતંત્ર રીતે રહેવા ચાલ્યા જાઈ, આ સિસ્ટમથી જીવવું એ ભારતના લોકો માટે લગભગ અશક્ય છે.
ભારતે પાશ્વાત્ય સંસ્કૃતિમાંથી ઘણું ખરું લેવા જેવું અને ઘણું ખરું ના લેવા જેવું લીધું છે. પણ વર્ષો ના વર્ષો વીતી ગયા છતાં એક વસ્તુ નથી બદલાઈ. ભારતમાં માતા પિતા પોતાના બાળકો સાથે એક છત નીચે રહેવાનું પસંદ કરે છે.
કૌટુંબિક એકતામાં માનનારા ભારતના લોકો બાળકો ને ભણવા અને નોકરી કરવા સિવાય પોતાનાથી અલગ રહેવા પ્રોત્સાહન આપતા નથી.
પાશ્વાત્ય દેશોમાં બાળકો 18 વર્ષના થાઈ એટલે માતા પિતાને privacy જોતી હોઈ છે. ઉપરાંત બાળકોનો ખર્ચો પોતે નથી દેવો હોતો. પણ ભારતના બાળકોએ સપનામાં પણ એ વિચાર નહીં કર્યો હોઈ કે તે લોકો મૂળભૂત રીતે જ કેટલા ભાગ્યશાળી છે કે ભારતના માતા પિતાને ક્યારેય આવા પ્રશ્ન થતા નથી જે બાળકોને અલગ રહેવાનું કહે. ભારતમાં માતા પિતા પોતાની મોટાભાગની કમાણી બાળકોના શિક્ષણ માટે અને ભવિષ્ય માટે ખર્ચતા હોઈ છે.
ભારતની માતાઓનો એવો આગ્રહ હોઈ છે કે બાળકોને (ભલેને બાળકો યુવાન કે પ્રોઢ વયના થઇ ગયા હોઈ તો પણ ) પોતે જાતે જ રાંધીને જમાડે, પૂરતું પોષણ આપે. પોતાના સંતાનોની આરોગ્યની બાબતમાં ભારતની માતાઓ છેક સુધી પોતે જ આગેવાની લેવાનું પસંદ કરે છે. અને આ વસ્તુના કારણે ભારતમાં બ્લડ પ્રેશર, ડાયાબિટીસ અને હૃદયના રોગો પાશ્વાત્ય દેશો કરતા ઓછા જોવા મળે છે.
આખું કુટુંબ સાથે રહે છે, મન હલકું થાઈ છે, માતા પિતા પોતાના જીવનના અનુભવો પરથી બાળકોને સતત માર્ગદર્શન પૂરું પાડે છે, અને સંતાનો સક્ષમ થાઈ એટલે માતા પિતાને આર્થિક રીતે કમાવાનો ભાર રાખવા દેતા નથી. આ બધા કારણો ને લીધે ભારતમાં ડિપ્રેશન અને લોનલીનેસ જેવા માનસિક રોગો પણ પાશ્વાત્ય દેશો કરતા ઓછા જોવા મળે છે. પોતાના માતા પિતા ને મળવા માટે મધર્સ ડે કે ફાથર્સ ડે ની રાહ નથી જોવી પડતી.
નાનાબાળકો ને દાદા-દાદીનો અને દાદા-દાદીઓને પોતાના પૌત્ર-પૌત્રીનો પ્રેમ મળે છે. બાળકોને બેબીસિટરની જરૂર પડતી નથી. અને વૃદ્ધ લોકોને કેર ટેકરની જરૂર પડતી નથી.
ભારતની આ સંસ્કૃતિના ફાયદા તો ગણાવો તેટલા ઓછા છે. આટલી સરસ ગોઠવાયેલી આ સિસ્ટમ વિદેશી લોકોને મગજમાં બેસતી નથી. એટલું જ નહીં પણ તેઓ આ સિસ્ટમની ટીકા કરતા અચકાતા નથી.