ચાલુ ટ્રેનમાંથી મોબાઇલ પડી જાય તો આ કરો

આના જવાબમાં એક શ્રીમાને કહ્યું કે ચેન ખેંચવી⛓️🔗😂

તો જણાવી દઉં કે મોબાઈલ પડી જવો એ ચેન ખેંચવા માટે "પૂરતું" કારણ નથી🙅‍♂️🚫

એક વખત ભારતીય રેલવે અધિનિયમની કલમ ૧૪૧ વાંચી જવી.

એમાં લખ્યું છે કે બિનજરૂરી અને યોગ્ય કારણ વિના ચેન ખેંચવાથી ૧૦૦૦ રૂપિયાનો દંડ અને/અથવા ૧ વર્ષ સુધીની જેલ "અથવા બંને થઈ શકે છે".

વિના કારણે ચેન ખેંચવાથી આખા વર્ષ દરમિયાન રેલવે પ્રશાસનને ખૂબ મોટું નાણાકીય નુકસાન થતું હોઈ છે, માટે આવા કેસમાં ચેન ખેંચવી એ ગુનો બને છે, આ યાદ રાખવું.

કારણકે આવા ફાલતુ કારણથી ચેન ખેંચવાથી તમારી પોતાની ટ્રેનતો મોડી થશે જ, પણ સાથે સાથે પાછળ આવતી દરેક ટ્રેન પર આની અસર થશે, જે ધ્યાનમાં રાખવું.

ચેન માત્ર એવા સંજોગોમાં ખેંચી શકાય જ્યારે;

કોઈ વ્યક્તિને કોઈ મેડિકલ ઇમરજન્સી હોઈ,
ડબ્બામાં આગ લાગે,
કોઈ આતંકવાદી પ્રવૃત્તિ થતી હોઈ એવું તમને ખ્યાલ આવે વિગેરે જેવા ઇમરજન્સી કારણો હોય તો જ તમે ટ્રેનની ચેન ખેંચી શકો.
બાકી ફોન નીચે પડી ગયો કે મિત્ર નાસ્તો લેવા માટે નીચે ઊતર્યો અને હજુ નથી આવ્યો, ડબ્બામાં પાણી નથી આવતું, સીટ બરાબર નથી 😂 મારું પાકીટ નીચે પડી ગયું, આવા કારણોસર તમે ક્યારેય ચેન ખેંચી શકતા નથી.

તો હવે પ્રશ્ન એ છે કે ચાલુ ટ્રેને ફોન પડી જાય તો આવી પરિસ્થિતિમાં ખરેખર શું કરવું?🤔
જો તમારો ફોન કોઈ વેરાન અને માણસોની ઓછી અવરજવર વાળા પ્રદેશમાં પડી ગયો હોઈ, તો એવી શક્યતા વધુ છે કે ફોન તમને પાછો મળી શકશે. જો એવા પ્રદેશમાં ફોન પડી ગયો જ્યાં માણસોની અવરજવર વધુ રહેતી હોઈ, તો શક્યતા ઓછી છે. જો કોઈ સજ્જન વ્યક્તિમાં હાથમાં ફોન આવે તો તમારા સારા નસીબ છે એવું માનવું.

જો કોઈ વેરાન જગ્યાએ ફોન પડી જાય, તો માત્ર અને માત્ર એક જ કામ કરવાનુ.

ફોન ઉપરથી ધ્યાન હટાવી, અને સાઈડમાં આવા નંબર શોધવા, અને જે નંબર સૌથી પહેલા તમને દેખાય એ નોંધી લેવા👇🏻👇🏻👇🏻👇🏻






ફરીથી એક વાર કહી દઉં 💥તમારો ફોન જે પણ એરિયામાં પડ્યો હોઈ, તમારે આસપાસમાં આવો નંબર શોધવો, અને જે સૌથી પહેલા દેખાય, એ નોંધી લેવો💥

ત્યારબાદ રેલવે પ્રોટેક્શન ફોર્સની હેલ્પલાઇન નંબર ૧૮૨ પર ફોન કરવો અથવા રેલવે પોલીસ હેલ્પલાઇન ૧૫૧૨ પર સંપર્ક કરવો, તમારો ફોન ટ્રેનમાંથી પડી ગયો છે એ જણાવવું અને તમે ઉપર મુજબ નોંધેલ નંબર જણાવવો.

બસ આટલું જ, જો તમારો ફોન કોઈએ લીધેલો નહિ હોઈ તો તમને મળી જશે.

બાકી જો થોડી વારમાં ફોન સ્વીચ ઓફ આવે, તો પૂરું, ખેલ ખતમ પૈસા હજમ. જાજુ વિચાર્યા વિના સીમ કાર્ડ બ્લોક કરાવીને નવો ફોન લઈ લેવો.😂

આભાર

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.