અને તમારો ફોન ચોરી થઇ જાય અથવા ચોરાય જાય તો તેવા સંજોગો ની અંદર શું કરવું કે જેથી બીજા લોકો દ્વારા તમારા વોટ્સએપ નું એક્સેસ ના મેળવી શકે તેના માટે વોટ્સએપ ધ્વરા અમુક સ્ટેપ્સ ને અનુસરવા માં આવેલ છે.
તમારો સ્માર્ટફોન ચોરાય જાય ત્યારે તમારા વોટ્સએપ ડેટા ને કઈ રીતે પાછું મેળવવું અથવા તેને ડિએક્ટિવેટ કરવું - સૌથી પહેલા તમારે તમારા સિમ કાર્ડ ને લોક કરાવવું પડશે તેના માટે તમારે તમારા નેટવર્ક પ્રોવાઇડર નો સમ્પર્ક કરવો પડશે. તેના દ્વારા એ થશે કે હવે તે નંબર ની સાથે જોડાયેલ એકાઉન્ટ ને વેરીફાય કરી શકાશે નહિ કેમ કે તે નંબર પર હવે કોઈ એસએમએસ કોડ જય શકશે નહિ. - સિમ લોક કરાવ્યા પછી તમારી પાસે બે વિકલ્પ છે. તમે તે જ નંબર નું નવું સિમ કાર્ડ મેળવી અને નવા ફોન ની અંદર તમારા વોટ્સએપ ને ચાલુ કરો, અને આ સૌથી સરળ અને સારો વિકલ્પ છે કેમ કે જેવું તમે તમારા નવા ફોન ની અંદર વોટ્સએપ ને ચાલુ કરશો એટલે ત્યાર પછી જે ફોન ખોવાય ગયેલ છે તેની અંદર વોટ્સએપ ચાલુ થઇ શકશે નહિં કેમ કે વોટ્સએપ એક સમય પર એક જ ફોન નંબર અને ડીવાઈસ પર કામ કરી શકે છે.
- અને બીજો વિકલ્પ તમારી પાસે છે કે તમે સિમ કાર્ડ વિના તમારા વોટ્સએપ એકાઉન્ટ ને ડિએક્ટિવેટ કરાવો. અને તેના માટે તમારે વોટ્સએપ ને ઇમેઇલ કરવો પડશે જેની અંદર તમારે બોડી ની અંદર "લોસ્ટ/સ્ટોલન: પ્લીઝ ડિએક્ટિવેટ માય એકાઉન્ટ" ફ્રેઝ નો ઉપીયોગ કરવા નો રહેશે અને ત્યારે પછી તમારો મોબાઈલ નંબર પણ આખા ઇન્ટરનેશનલ ફોર્મેટ ની અંદર લખવા નો રહેશે એટલે કે જો તમારો ઇન્ડિયા નો નંબર હોઈ તો તમારે આગળ +91 લગાવવું જરૂરી છે.
-એક વખત જયારે તમે તમારા વોટ્સએપ એકાઉન્ટ ને ડિએક્ટિવેટ કરો છો ત્યાર પછી પણ તમારા કોન્ટેક્ટ્સ આવનારા 30 દિવસ માટે તમારું નામ અને પ્રોફાઈલ ફોટા ને જોઈ શકે છે અને મેસેજ પણ કરી શકે છે. અને જો તમે તમારા વોટ્સએપ એકાઉન્ટ ને 30 દિવસ ની અંદર ફરી મેળવી શકો છો તો તેવા સંજોગો ની અંદર તે બધા જ મેસેજીસ ને તમારા સુધી પહોંચાડવા માં આવશે અને તમે બધા જ વોટ્સએપ ગ્રુપ ના ભાગ પણ રહેશો. અને જો તમે 30 દિવસ ની અંદર તમારા એકાઉન્ટ ને ફરી એક્ટિવેટ નથી કરાવી શકતા તો તમારા એકાઉન્ટ ને હંમેશા માટે ડીલીટ કરી દેવા માં આવશે.
અને જો તારું સિમ કાર્ડ લોક છે અને જોતમે તમારા વોટ્સએપ ને ડિએક્ટિવેટ નથી કરાવેલ તો તેવા સંજોગો ની અંદર તમે તમારા વોટ્સએપ જનો ઉપીયોગ વાઇફાઇ ની મદદ થી પણ કરી શકો છો. પરંતુ જો તમે તમારો ખોવાય ગયેલ સ્માર્ટફોન પાછો મેળવી લીધેલ છે અને તમારું સિમ કાર્ડ લોક છે તેવા જ સંજોગો ની અંદર આ પદ્ધતિ નો ઉપીયોગ કરવો જોઇએ. અને આ રીતે વાઇફાઇ ની મદદ થી વોટ્સએપ નો ઉપીયોગ કરવો એ માત્ર એક ટેમ્પરરી સોલ્યુશન છે અને જ્યાં સુધી તમને તમારું નવું સિમ કાર્ડ નથી મળતું ત્યાં સુધી તેનો ઉપીયોગ કામ ચલાવવા માટે કરી શકાય છે.
અને જો તમે તમારા વોટ્સએપ નું બેકઅપ ગુગલ ડ્રાઇવ અથવા આએકલુંડ અથવા વન ડ્રાઇવ ની અંદર લઇ રાખેલ છે તો તેવા સંજોગો ની અંદર તમને બધું જ બેકઅપ મીડિયા ની સાથે પાછું મળી જશે.