આધાર કાર્ડમાં હવે સુધારો ઘરે બેઠા ચપટી વગાડતા કરી શકો છો, ઘરે બેઠા અપડેટ કરો નામ, સરનામું, જન્મતાર...

આધાર કાર્ડમાં હવે સુધારો ઘરે બેઠા ચપટી વગાડતા કરી શકો છો, ઘરે બેઠા અપડેટ કરો નામ, સરનામું, જન્મતાર...

આધાર કાર્ડ વગર આજકાલ કોઈ પણ કામ થવું મુશ્કેલ છે. મોટાભાગના કામ માટે આધાર નંબર જરૂરી છે. પરંતુ ઘણા લોકો અને મુશ્કેલી ત્યારે આવે છે જ્યારે તેની જાણકારીઓ અન્ય ડોક્યુમેન્ટ સાથે મૅચ કરતી નથી. તો તેવામાં પટેશાન થવાની જરૂરિયાત નથી. જો તમારા આધાર કાર્ડ માં કોઈ જાણકારી મિસમેચ થઈ રહી છે તો તમે તેને ઘરે બેઠા સુધારી શકો છો.

આધાર કાર્ડ અપડેટ કરવા માંગો છો અથવા તેમાં નામ, સરનામું, મોબાઇલ નંબર જેવી જાણકારીઓ બદલવા માંગો છો તો તમે ઘરે બેસીને સરળતાથી કરી શકો છો, તેના માટે તમારે આધાર કેન્દ્ર જવાની પણ જરૂરિયાત નથી હકીકતમાં UIDAI (The Unique Identification Authority of India) દ્વારા આપવામાં આવેલી સુવિધા અનુસાર ઘરે બેસીને આધારકાર્ડ માં કોઇપણ પ્રકારનો બદલાવ કરી શકો છો. જોકે હજુ પણ અમુક બદલાવ અને સુવિધા એવી છે જેના માટે તમારે આધાર કાર્ડ કેન્દ્ર પર જવું પડશે.

તમને જણાવી દઈએ કે પોતાના સ્માર્ટકોનનો ઉપયોગ કરીને તમે આધાર કાર્ડ માં પોતાનું નામ, સરનામું, જન્મતારીખ, મોબાઈલ નંબર, ઇ-મેલ આઈડી અને ભાષાને ઓનલાઈન અપડેટ કરી શકો છો. તે સિવાય પરિવાર ની ડિટેલ્સ અથવા બાયોમેટ્રિક અપડેટ જેવા કામ માટે તમારે આધાર સેવા કેન્દ્ર જવું પડશે.

ધ્યાન રાખવું કે આ સુવિધા ફકત તે લોકો માટે છે જેમણે પોતાનો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે રજિસ્ટર કરાવી રાખેલ છે. આ પ્રક્રિયા ઓનલાઈન છે એટલા માટે OTP ની જરૂરીયાત પડશે, જે આધાર કાર્ડ સાથે જોડાયેલ છે. એજ કારણને લીધે આધારકાર્ડ માં અપડેટ કરવા માટે રજીસ્ટર મોબાઇલ નંબર અનિવાર્ય છે.

સૌથી પહેલા ઓફિસિયલ વેબસાઈટ http://uidai.gov.in/ પર જવાનું રહેશે.

અહીંયા તમને "MY Aadhaar* સેક્શનમાં જઈને "Update Your Aadhaar" પર જવાનું રહેશે.

etireनाह Update your Demographics Data Online' पर ब्लिक करो. અહીંયા ક્લિક કરતાની સાથે જ તમે UIDAI ની સેલ્ફ સર્વિસ અપડેટ પોર્ટલની ઓફિસિયલ વેબસાઈટ ssup.uidai.gov.in પર પહોંચી જશો. ते शिवाय वमे डायरेse https://ssup.uidai.gov.in/ssup/6पर पथ विसीट की राम्रो छो.

હવે અહીંયા તમારે Proceeds to Update' આધાર પર કિલક કરવાનું રહેશે.

નવા ખુલેલા પેજ પર ૧૨ ડિજિટ ના આધાર નંબરથી લોંગઇન કરવાનું રહેશે.

ત્યારબાદ સ્ક્રીન પર આપવામાં આવેલ કેપ્યા ફાઇલ કરો અને સેન્ડ OTP પર ક્લિક કરો. ત્યારબાદ તમારા રજીસ્ટર મોબાઇલ નંબર પર OTP આવશે.

રજીસ્ટર મોબાઈલ નંબર પર આવેલો ટીપીને નિર્ધારિત જગ્યામાં મૂકીને સબમિટ કરો.

હવે નવા ખુલી ગયેલ આ પેજ પર તમને બે ઓપ્શન મળશે. સપોટિંગ ડોકયુમેન્ટ્સ પ્રૂકની સાથે એડ્રેસ સહિત ડેમોગ્રાફિક ડિટેલ્સ અપડેશન અને એડ્રેસ

વેલીડેશન લેટર દ્વારા એડ્રેસ અપડેટ.

નામ, જન્મ તારીખ, લિંગ, સરનામા વગેરેમાંથી કોઈ પણ ડૉક્યુમેન્ટ પ્રૂકની સાથે અપડેટ કરવા માટે એપ ડેપોગ્રાફિક ડેટા પર ક્લિક કરવાનું રહેશે.

ત્યાર બાદ તમારે જે ડીટેલ અપડેટ કરવાની છે તેની પસંદગી કરો.

બધી ડીટેલ્સ કર્યા બાદ તમારા નંબર પર એક વેરિફિકેશન OTP આવશે અને તેને તમારે વેરીકાઈ કરવાનું રહેશે. ત્યારબાદ સેવ ચેન્જ કરી દેવાનું છે.

ધ્યાન રાખો કે નામને અપડેટ કરવા માટે તમારી પાસે એક આઈડી પ્રૂફ હોવું જરૂરી છે. તમે પાનકાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, વોટર આઇડી કાર્ડ અથવા રેશન

કાર્ડ અપલોડ કરી શકો છો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.