જુવાન એ કઈ રીતે જીવવું એ શીખવા માટે,
તો વૃદ્ધ એ કઈ રીતે મરવું તે શીખવા માટે. (મોક્ષ પ્રાપ્તિ)
.
અજ્ઞાની એ જ્ઞાન માટે,
અને વિદ્વાન એ માર્ગદર્શન માટે.
.
અશિષ્ટ એ શિષ્ટતા માટે,
અને શિષ્ટએ ખંત અને સમર્પણ માટે.
.
નિરાશાવાદી એ આશા માટે,
અને આશાવાદી એ કર્મ નુ મહત્વ જાણવા માટે.
.
કૃતઘ્ન એ કૃતજ્ઞતા માટે,
અને કૃતજ્ઞ એ સેવાકાર્ય માટે.
.
શંકાસ્પદ એ શંકા દૂર કરવા માટે,
ને વિશ્વાશું એ વિશ્વાસ દ્રઢ કરવા માટે.
.
નિર્બળ એ બળ માટે,
અને બળવાન એ દિશા માટે.
.
દરિદ્ર એ સંતોષભાવ રાખવા માટે,
અને શ્રીમંત એ કરુણાભાવ રાખવા માટે.
.
નાસ્તિક એ કર્મ જાણવા માટે,
અને આસ્તિક એ ધર્મ જાણવા માટે.
.
અશાંત એ શાંતિ માટે,
અને શાંત એ સ્થિરતા માટે.
.
અહંકારી એ વિનમ્રતા માટે,
અને વિનમ્ર એ સાહસ માટે.
.
અશ્રદ્ધાળુ એ શ્રદ્ધા માટે,
અને શ્રદ્ધાળુ એ ભક્તિ જાણવા માટે.
.
દુઃખમાં ધીરજ માટે,
ને સુખ માં સંયમ માટે,
.
આમ માણસ માત્ર એ પોતાના ઉદ્ધાર માટે શ્રીમદ્દ ભગવદ્દ ગીતા નુ વાંચન કરવું જોઈએ.