અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડનાં સમાચાર હવે આવશે? એવું તે શું થયું કે જેલમાં જવાનો વારો આવી ગયો?

આજે ન્યુયોર્કમાં મેનહટનની ગ્રાન્ડ જ્યુરી તરફથી ડોનાલ્ડ ટ્રમ્પને એક કેસમાં આરોપી બનાવી દીધાં છે. ભારતમાં રાહુલ ગાંધી ને કોર્ટમાં વાણી વિલાસ કરવા બદલ સંસદ સભ્યપદ રદ થયું ત્યારે રોકકળ મચી ગઇ, પણ અહીંયા ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખને આરોપી બનાવવામાં આવ્યા છે. ભારતની ડેમોક્રેસી અને અમેરિકાની ડેમોક્રેસીમાં ઘણા તફાવત છે એમાંનો આ એક મુખ્ય તફાવત છે. હવે મુદ્દાની વાત કહું.

ડોનાલ્ડ ટ્રમ્પ અબજોપતિ છે એ તો જગજાહેર છે. એ જ્યારે પ્રેસિડન્ટ બન્યાં તેના ઘણાં સમય પહેલા 2006 ની સાલમાં એક એડલ્ટ પોર્ન ફિલ્મ સ્ટાર જોડે એક રાત માટે સેક્સ માણ્યું. આ મહિલાનું નામ છે " સ્ટેફની ક્લિફોર્ડ" અને હુલામણું ફિલ્મી નામ છે " સ્ટોરમી ડેનિયલ". બહુ સાધારણ પોર્ન સેક્સ ફિલ્મોની હિરોઇન હતી પણ 2018માં થોડી ફેમસ થવા લાગી. જયારે 2016માં ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી પ્રચાર કરતાં એ વખતે આ પોર્નસ્ટારે ટ્રંપ સાથે ભૂતકાળમાં જે રાત ગુજારી એની ખાનગી વાતો જાહેર કરવા માંડી. આ સેક્સ ક્યાં થયું એમ પૂછવામાં આવ્યું ત્યારે Stormy Daniels તરફથી એક ઇન્ટરવ્યુમાં કહ્યું કે અમેરિકન ટીવી ઉપર એક બહુ ફેમસ ટીવી પ્રોગ્રામ "અપ્રેન્ટિસ" નામનો પ્રોગ્રામ વખતે નેવાડા રાજ્યમાં લેક તાહો ખાતે સેલિબ્રિટી ગોલ્ફ ટુર્નામેન્ટ દરમ્યાન આ શો નાં દરેક સ્ટારની સાથે મુલાકાત હતી. આ સ્તોર્મી ડેનિયલ જેવી ડોનાલ્ડ ટ્રમ્પને મળી ત્યારે તરત જ ટ્રમ્પને એ ગમી ગઈ અને પર્સનલ ડીનર માટે આમંત્રણ આપી દીધું. બસ પછી તો ડિનર પૂરું થયું ત્યાર પછી ટ્રમ્પના રૂમમાં સેક્સ માટે આમંત્રણ મળ્યું અને આખી રાત રંગે ચંગે પૂરી થઈ. ત્યારપછી ટ્રમ્પ દાદાએ તેને કેલિફોર્નિયામાં ટ્રમ્પ વોડકા લોન્ચ પાર્ટી તેમજ ન્યૂયોર્કમાં ટ્રમ્પ ટાવર ખાતેની તેની ઓફિસમાં આમંત્રણ આપી દીધું. આ છોકરી એ વખતે 27 વર્ષની હતી અને ટ્રમ્પ દાદા 60 વર્ષના હતા. સ્ટોરમી ડેનિયલનું ચિત્ર નીચે મૂકેલું છે.


આ ડેનિયલ જેવી સેક્સ સ્ટોરી કહેવા માંડી એટલે ટ્રમ્પને ટેન્શન વધવા માંડ્યું અને 2007માં ફરી પાછી લોસ એન્જલસમાં આવેલી બેવર્લી હિલ્સ હોટેલમાં બીજી એક મુલાકાત માટે બોલાવી. આ બીજી મુલાકાત વખતે ફક્ત વાતો થઈ. ડોનાલ્ડ ટ્રમ્પે અગાઉ મેં જે કહ્યું તે એપ્રેન્ટિસ શોમાં એને ફરીથી એન્ટ્રી આપવાની કોશિશ કરવાનું વચન આપ્યું પણ ડેનિયલને શો માં કામ મળ્યું નહીં. 2011માં ડેન્યલે માત્ર 15,000 ડોલરમાં એક મેગેઝીનને સ્ટોરી કહેવાની ચાલુ કરી. બસ આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પને રાતના ઉજાગરા ચાલુ થઈ ગયા.

આ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે પોતાનો એક વકીલ રાખ્યો જેનું નામ છે માઇકલ કોહેન.આ વકીલ એકદમ અતિ વિશ્વાસુ વકીલ હતો અને એના મારફતે ડેનિયલનું મોઢું બંધ કરવા માટે થોડા પૈસાની ઓફર કરવામાં આવી. પૈસા ચૂકવવાની ગોઠવણ એવી રીતે કરી કે વકીલે લગભગ 1,50,000 ડોલર પોતાના ખાતામાંથી ડેનિયલને આપી દીધા જેથી કોઈને શક ન જાય કે ટ્રમ્પે પૈસા ચૂકવ્યા છે. પૈસા જો ટ્રમ્પ ચૂકવે એનો અર્થ એ થાય કે ડોનાલ્ડ ટ્રમ્પે ખરેખર સેક્સ કર્યું છે અને એ માટે પૈસા ચૂકવ્યા છે. આ જો સાબિત થાય તો અમેરિકાના પ્રેસિડેન્ટ પદેથી ઉતરવું પડે. અમેરિકામાં તમારાં ગમે તેની જોડે ગેરકાયદે સંબંઘ હોય તો વાંધો નથી પણ જાહેરજીવનમાં ગેરકાયદેસર સબંધોને મંજૂરી આપવામાં આવતી નથી. અમેરિકન સમાજ આ બાબતે બહુ વિચિત્ર છે.

હવે છેક 2023 માં stormy Daniel તરફથી દાવો કરવામાં આવ્યો છે કે ટ્રમ્પે મોઢું બંધ રાખવાના કરાર કર્યા પછી પણ પૈસા જે નક્કી થયા એ પ્રમાણે જે ડોલર ચુકવ્યા છે એ ઉતાવળમાં એફેર જાહેર ન કરવા માટે ચૂકવ્યા છે પણ મેં પૈસા એટલા માટે લીધાં કે મારી સલામતી જોખમમાં હતી. ડેનિયલ એમ દાવો કરે છે કે પ્રેસિડેન્ટ ટ્રમ્પે એમની વચ્ચે જે કરાર ( non disclosure agreement)થયો છે એની ઉપર હસ્તાક્ષર કર્યા નથી. ઉપરથી ટ્રમ્પનાં વકીલ માઈકલ કોહેન તરફથી ડેનિયલને ધમકી આપી હતી. આ પ્રકારના આક્ષેપો છે. મોઢું બંધ કરવા ઉતાવળે ચૂકવેલા પૈસાને અહીંયા Hush money ( હશ મની) કહેવાય. કેસ બહુ ચર્ચિત થશે તો આ hush money શબ્દ તમને બહુ સાંભળવા મળશે.

આ પોર્નસ્ટારે જે પ્રોબ્લેમ કર્યો એનાંથી મોટો પ્રોબ્લેમ ટ્રમ્પનાં પોતાના વકીલે કરી નાખ્યો. આ વકીલે 5 લાખ ડોલરની ફી લીધાં પછી ટ્રમ્પની વિરૂદ્ધમાં બધાં પુરાવાઓ જાન્યુઆરી મહિનામાં કોર્ટમાં ચુપચાપ આપી દીધાં. હવે ટ્રમ્પનો સૌથી વિશ્વાસુ વકીલ માઈકલ કોહેન પોતે ટ્રમ્પની વિરૂદ્ધ સરકારી ગવાહ બની ગયો છે. પોતાનાં બચાવ માટે રાખેલો વકીલ હવે કોર્ટમાં ડોનાલ્ડ ટ્રમ્પ વિરૂદ્ધ જુબાની અને પુરાવાઓ આપવા માટે તૈયાર થઈ ગયો છે. શોલે મા ગબ્બર સિંહનાં કાલીયા ની જેમ એણે જરાય એવું ન કીધું કે सरकार आपका नमक खाया है गोली भी खा लेंगे। આ નમકહરામ વકીલ ને લીધે ડોનાલ્ડભાઈની ઉંઘ હરામ થઈ ગઈ.

વકીલ માઈકલ કોહેનનું ચિત્ર નીચે છે.


આ પછી બીજી એક વધુ સેક્સી મોડલ પણ મેદાનમાં આવવાની તૈયારી કરી રહી છે. પણ એની વાતો પછી. બે ત્રણ દિવસમાં ડોનાલ્ડ ટ્રમ્પની ધરપકડ થશે એમ નકકી લાગે છે. રિપબલિકન પાર્ટી હેબતાઈ ગઈ છે. આવનારા દિવસોમાં ભારતમાં જેમ કોંગ્રેસ અને બીજેપી વચ્ચે લડાઈ ચાલે છે એ રીતે અમેરિકાના રાજકારણમાં ખૂનખાર દિવસો આવી રહ્યા છે. જો ફ્કત બે દિવસની પણ જેલ ટ્રમ્પને થશે અને જામીન મળી જશે તો કદાચ પ્રમુખપદની ચૂંટણી ફરી લડી શકશે કે નહીં એ વિશે શંકા છે.


પૈસાપાત્ર કામી પુરુષોનાં મગજ ખાસ કરીને ડોનાલ્ડ ટ્રમ્મનું મગજ મસ્તિષ્ક ની જગ્યાએ હોવું જોઈએ પણ એની જ્ગ્યાએ એમનું મગજ કમરનાં નીચેનાં ભાગથી ચાલુ થાય છે અને એ કારણસર આજે ભારે તકલીફમાં આવી ગયા છે. પાપ છાપરે ચડીને પોકારે એ આનું નામ!! ડોનાલ્ડ ટ્રમ્પને અત્યારે 76 વર્ષની ઉંમરે પંદર વર્ષ પહેલાં માણેલી રાતને કારણે દિવસનાં ઉજાગરા પણ ચાલુ થઈ ગયા છે. નીચે ચિત્રમાં જે ખૂબસૂરત સ્મિત રેલાય છે એની સાથે કેટલાં સુંદર રહસ્યો સમાયેલા હશે?


અબકી બાર ટ્રમ્પ કી સરકાર? નહીં આયેગી??

રાજકારણમાં કંઈ નકકી નહીં!

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.