"શહીદ ભગતસિંહના ક્રાંતિકારી વિચારો"

28 સપ્ટેમ્બર, 1907ના રોજ લાયલપુર જિલ્લાના બંગા ગામમાં જન્મેલા ભગતસિંહને દેશભક્તિ વારસામાં મળી હતી ભગતસિંહના જીવનના કેટલાક એવા પ્રસંગો છે વાંચીને, જાણીને સાચી દેશદાસ જાણી શકાય. એ સાથે જ તેમનો માતૃપ્રેમ કેવો હતો એ આ એક પ્રસંગ પરથી ખ્યાલ આવે છે...

ભગતસિંહનો માતૃપ્રેમ કાંસી પહેલાં ભગતસિંહ જેલમાં હતા અને ત્યાં જે મહિલા સફાઈ કર્મચારી કામ કરતાં હતાં તેમને ભગતસિંહ મા કહેતા હતા. ફાંસી અગાઉ ભગતસિંહને તેમની ઇચ્છા પૂછવામાં આવી ત્યારે . તેમણે માના હાથનું ભોજન જમવાની ઇચ્છા વ્યક્ત કરી, જેલરે આને માતૃપ્રેમ ગણ્યો, પણ જેલરને ખબર પડી કે ભગતસિંહ સફાઇ કર્મચારી મહિલાના હાથનું ભોજન કરવા માગે છે ત્યારે જેલરને ખૂબ જ આશ્ચર્ય થયું છે.
જેલરે એ મહિલાને ભગતસિંહની ઈચ્છા જણાવી તો એ સ્ત્રી વ્યાકુળ થઈને રડવા લાગી અને ભગતસિંહને કયું, " બેટા, મારા હાથ એવા ની કે એ હાથથી બનેલું ભોજન તું ખાઈ શકે, "ભગતસિંહે પ્રેમથી એ માના ખભે હાથ મૂકીને કહ્યું. મા જે હાથથી બાળકોનું મળ સાફ કરે છે, એ જ હાયથી તો રસોઈ બનાવે

છે. મા. તું ચિતા ન કર અને રસોઈ બનાવ. ભગતસિંહ પ્રેમથી બે માના હાયની બનેલી રસોઈ જમ્યા.

1921માં ગાંધીજીના અસહકારના આંદોલનથી પ્રભાવિત થઈને ભગતસિંહે ક્રાંતિકારીઓના રસ્તા પર ચાલવા પ્રથમ પગલું ભર્યું. ચૌદ વર્ષે તેઓ આંદોલનનો ભાગ બન્યા. મિત્રોની ટોળી બનાવીને ઘેર ઘેરથી તેઓ વિદેશી વસ્ત્રો ભેગા કરતાં અને ચોકમાં એની હોળી પ્રગટાવતા, પણ અચાનક અસહકારના આંદોલનની દિશા બદલાઈ. 5 ફેબ્રુઆરી, 1922ના રોજ ગોરખપુરમાં નીકળેલા મોરયાની ટોળકીએ હિંસક રૂપે લીધું અને 21 સિપાહી તેમજ થાનેદારને પોલીસચોકીમાં બંધ કરીને ચોકીને આગ લગાડી દીધી. આ કારણે ગાંધીજીએ આંદોલનને અટકાવી દીધું. એ જ ઘટનાથી ભગતસિંહના મનમાં હિંસા અને અહિંસાની ફાટ પડી. તેમનામાં એ જ ક્ષણે ક્રાંતિકારી વિચારોના બીજ રોપાયા. તેમને લાગ્યું કે અહિંસાના રસ્તે ચાલીને દેશને આઝાદી નહીં મળે. આ લક્ષ્ય પૂરું કરવા માટે અનેક બલિદાનની જરૂર પડશે.

• હું બંદૂકોનું વાવેતર કરું છું. કારણ કે હું મારા દેશને આઝાદ કરવા માગું છું.

*હું બહુ ભાટપૂર્વક કહું છું કે મારી અંદર પણ સારું જીવન જીવવાની મહત્વાકાંક્ષા છે અને આશા છે, પણ હું સમયની માગ જોઈને આ બધું છોડી દેવા તૈયાર છું અને આ જ સૌથી મોટો ત્યાગ છે.

*મારાહદયમાં જે દ્યા છે એ બધા તો ફૂલોનો ગુલદસ્તા છે. અમને પાગલ જ રહેવા દો, અમે પાગલ જ સારા છીએ.

• મારી કલમ મારી ભાવના સાથે એ રીતે જોડાઈ ગઈ છે કે હું જ્યારે પણ ઇક લખવા ઇચ્છું છું તો હંમેશા ઇન્કલાબ લખાઈ જાય છે ..

•રાખ નો દરેક કણ_મારી_ઊર્જાથી ચાલે છે અને હું એક એવો પગલ છે જે જેલમાં પણ આઝાદ છે.

• વિકાસ માટે જે વ્યક્તિ અવાજ ઊઠાવો તેણે દરેક ૩હિવાદી બાબતને પડકાર ફેંકવો પડરો તેમજ એમાં અવિશ્વાસ રાખવો પડરો.

• મારો એક જ ધર્મ છે દેશની સેવા કરવી ..

• ક્રાંતિની તલવાર ફક્ત વિચારોની શાન પર જ ધારદાર બને છે

• ખોટું એટલે વધારે ફેલાય છે કે ખોટું સહન કરનારા લોકો વધી ગયા છે .

• આપણા લોકોને મારીને તેઓ ક્યારેય આપણા વિચારોને નથી મારી શકતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.