પરંતુ આ ઓનલાઇન ટ્રાન્ઝેક્શન જે રીતે વધી રહ્યા છે ત્યારે તેનો ફાયદો સ્કેમર્સ દ્વારા પણ લેવા માં આવી રહ્યો છે. અને આ સમય ની અંદર પોતાના ગ્રાહકો ને ઓનલાઇન બેન્કિંગ ટુલ્સ જેવા કે બેન્કિંગ એપ્સ, વેબસાઈટ અને ઈ વોલેટસ નો ઉપીયોગ કરતી વખતે પોતાના ગ્રાહકો ને કોઈ તકલીફ ના થાય અને તેઓ કોઈ પણ પ્રકાર ના સ્કેમ થી બચી શકે તેના માટે આઇસીઆઈસીઆઈ બેંક દવા અમુક એડવાઇસ જાહર કરવા માં આવી છે.
જો તમને ક્યારેય પણ કોઈ પણ બેંક, ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ, ઇન્કમ ટેક્સ, અથવા કોઈ પણ સરકારી અથવા પ્રાઇવેટ એજન્સી માંથી ઇમેઇલ આવે ત્યારે તેના ઇમેઇલ ને ખાસ કરી અને ચેક કરી લેવું જોઇએ. દા.ત. જો તમને કોઈ બેંક જેવી કે આઈસીઆઈસીઆઈ અથવા એચડીએફસી બેંક માંથી ઇમેઇલ મોકલવા માં આવ્યો હશે તો તેની અંદર તે બેંક નું સરખું નામ આપવા માં આવ્યું હશે. સ્કેમર્સ દ્વારા હંમેશા ખુબ જ અરજન્ટ કામ છે તેવું જાનવવા માં આવે છે અને તેની અંદર તમને તુરંત જ એક્શન લેવા માટે પણ જણાવવા માં આવે છે. અને તેની અંદર ગ્રાહકો ને ડરાવવા માટે એવું જણાવવા માં આવતું હોઈ છે કે તમારા કાર્ડ ને બ્લોક કરી દેવા માં આવ્યું છે અને તેના ફરી પાછું કરવા માટે તમારે તમારી બેન્કિંગ ડિટેલ્સ અને કાર્ડ ની ડિટેલ્સ જણાવવા ની રહેશે. એવું કહી અને કાર્ડ અને બેંક ની માહિતી પિન સહીત માંગી લેવા માં આવે છે. મોટા ભાગ ના કિસ્સા ની અંદર ઇમેઇલ ને અનપ્રોફેશનલી ડ્રાફ્ટ કરવા માં આવ્યો હોઈ છે. અને તેની અંદર ગ્રામેટિકલ એરર અને સ્પેલિંગ ની ભૂલો પણ જોવા મળી શકે છે. જો તમને કોઈ પણ ઇમેઇલ પર શન્કા હોઈ તો તમારે તેની અંદર આ પ્રકાર ની ભૂલો શોધવી જોઈએ.
મોકલવા માં આવે ઇમેઇલ ના સોર્સ ને જરૂર થી ચેક કરો અજાણ્યા સોર્સ પરથી આવેલ ઇમેઇલ ને ક્યારેય ઓપન કરવો નહીં. તમારા ડેબિટ અથવા ક્રેડિટ કાર્ડ ના નંબર તેની એક્સપરી ડેટ અને તેના સીવીવી ને ક્યારેય પણ કોઈ પણ સન્જોગો ની અંદર કોઈ પણ વ્યક્તિ સાથે શેર કરવા નહીં. અને કોઈ પણ ઓફિશીયલ બેંક અથવા ઈ વોલેટ કંપની દ્વારા ક્યારેય પણ તમારી આ વિગતો ને માંગવા માં આવતી નથી. અને માત્ર એચટીટીપીએસ વેબસાઇટ પર જ તમારા ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરવા જોઈએ.
અને તમારા સુરક્ષા સોફ્ટવેર ને થોડા થોડા સમય પર અપડેટ કરતા રહેવો જોઈએ જેથી તે તમને કોઈ પણ પ્રકાર ના સ્કેમ ની અંદર બચવા માં મદદ કરી શકે.