નાયકાદેવી : ગુજરાતના ઇતિહાસનું ઉજળું પાનું

નાયકાદેવી : ગુજરાતના ઇતિહાસનું ઉજળું પાનું

મિત્રો ઇતિહાસનું આ પાત્ર અત્યાર સુધી દબાયેલું રહ્યું. હાલમાં થોડા સમય પહેલા જ નાયકાદેવી નામની એક ફિલ્મ રિલીઝ થઈ હતી અને એ પછી નાયકાદેવીએ કરેલ પરાક્રમો વિશે લોકોને જાણ થઈ. આજે આપણે નાયકા દેવી કોણ હતા અને ગુજરાતના ઇતિહાસમાં તેનો શું ફાળો છે તેના વિશે માહિતી મેળવીએ.

ગુજરાતમાં આશરે 1000 વર્ષ પહેલા અણહીલપુર પાટણ નામનું એક વિશાળ અને મજબૂત રાજ્ય હતું. પાટણ ઉપર સોલંકીઓનું રાજ હતું અને પાટણની જાહોજલાલી ચારે બાજુ ફેલાયેલી હતી. સોલંકીઓનો એ સમય ગુજરાતનો સુવર્ણયુગ ગણાય છે. અત્યારના આધુનિક સમયથી પણ વિશેષ પાટણમાં અલગ અલગ 84 પ્રકારની બજારો હતી. અહીં દરેક વસ્તુ માટેની અલગ અલગ બજારો હતી, આવી તો હતી પાટણની જાહોજલાલી.

નાયકાદેવી એ સોલંકી વંશના રાજાના પત્ની હતા. પાટણના મહાપ્રતાપી રાજા સિધ્ધરાજ જયસિંહના પુત્ર કુમારપાળ અને તેના પુત્ર અજયપાળની પત્ની એટલે નાયકાદેવી. નાયકાદેવીને મૂળરાજ નામનો નાનો પુત્ર થયાના થોડા સમયમાં પતિ અજયપાલનું મૃત્યુ થયું. અજયપાળના મૃત્યુ પછી પાટણની સત્તા નાયકાદેવીએ પોતાના હાથમાં લીધી. નાયકાદેવી કદંબ રાજ્યની રાજકુમારી હતી, કદંબ રાજ્ય એટલે હાલનું ગોવા. અજયપાળના લગ્ન ગોવા રાજ્યોની રાજકુમારી સાથે થયા હતા.

મિત્રો આ સમયગાળામાં ભારત નાના નાના રજવાડાઓમાં વહેંચાયેલો હતો. આ દરમિયાન ભારતની પશ્ચિમ બોર્ડર ઉપરથી આરબ દેશોના આક્રમણો થયા કરતા. ભારત ઉપર આરબ આક્રમણો થતાં અને તેઓ લૂંટ ચલાવીને ચાલ્યા જતા. મહમદ ઘોરી નામના આક્રમણકારીને માહિતી મળે છે કે, ગુજરાતના પાટણ ઉપર એક વિધવા સ્ત્રી રાજ કરે છે અને પાટણ ઉપર હુમલો કરી આસાનીથી વિજય મેળવી શકાય તેમ છે.

ઈ.સ. 1178 ની સાલમા મહંમદ ઘોરીએ હાથી-ઘોડા સાથે મોટું લશ્કર લઈ પાટણ ઉપર ચડાઈ કરી. નાયકાદેવીને ખબર પડતા તેણે પણ સૈન્ય તૈયાર કર્યું અને ઘોરીની સામે ગઈ. આબુ પર્વતની તળેટીમાં બંને સેના વચ્ચે યુદ્ધ થયું. ભીષણ યુદ્ધમાં મહમદ ઘોડીનો પરાજય થયો, નાયકાદેવી એ છોડેલા ભાલાથી ગોરી માંડ માંડ પોતાનો જીવ બચાવીને ભાગ્યો. મહમદ ઘોરી એટલો બધો ડરી ગયો હતો કે મુલતાન આવ્યું ત્યાં સુધી ઘોડા ઉપરથી ઉતર્યો જ નહીં. નાયકાદેવીએ એવો સબક શીખવ્યો કે પછી ક્યારેય ગુજરાત સામે જોયું નહીં. એ પછી તેણે 14 વર્ષ સુધી ગુજરાત ઉપર આક્રમણ કરવાનું માંડી વાળ્યું.

આ રીતે નાયકાદેવી એક વિધવા સ્ત્રીએ પૃથ્વીરાજ ચૌહાણ જેવા દિલ્હીના રાજાને હરાવનાર મહંમદ ઘોરીને ગુજરાતમાંથી ભગાવ્યો હતો. આ રીતે નાયકાદેવીએ આરબ આક્રમણથી ગુજરાતને બચાવ્યું હતું. ગુજરાતના ઇતિહાસમાં એક બહાદુર, પરાક્રમી અને ઉત્તમ યોદ્ધા તરીકે નાયકાદેવી હંમેશા લોકોના દિલમાં રાજ કરશે.

અહીં આપવામાં આવેલ માહિતી ઉપયોગી લાગી હોય તો અપવોટ કરો, શેર કરો અને અવનવી માહિતીને ફોલો કરો.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.