હાલના સમયમાં આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સુરક્ષા માટે દરરોજ ઓછામાં ઓછા ૨૦ સૈનિકો તૈનાત રહે છે. તેમની સુરક્ષાની સમગ્ર જવાબદારી સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ SPG ને આપવામાં આવી છે. તે સિવાય પ્રધાનમંત્રીની ગાડીની સુરક્ષા માટે ખાસ નીતિ અપનાવવામાં આવી છે. તેવામાં તેમની ગાડી રસ્તામાં ચાલતાં ચાલતાં જ અચાનક પંચર થઈ જાય અથવા તો તે ખરાબ થઇ જાય છે તો તે ઓછામાં ઓછી ૯૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી તેને ૩૨૦ કિલોમીટર સુધી પહોંચાડી શકે છે.
ભારતની સુરક્ષા સેના પ્રધાનમંત્રીની સુરક્ષાને લઈને ખૂબ જ જાગૃત છે. તેથી જ્યાં પણ મોદીજી જાય છે ત્યાં તેમની સાથે સતત દરેક પગલે SPGનાં જાંબાજ શૂટર હાજર રહે છે. આ શૂટર્સ એટલા હોશિયાર હોય છે કે તે અમુક જ સેકન્ડોમાં ટેરેરીસ્ટ ને પણ મારી શકે છે. જાણકારી અનુસાર SPGમાં હાલમાં લગભગ ૩ હજારથી વધારે જવાન રહેલા છે. આ દરેક જવાનો પ્રધાનમંત્રીની સાથે પૂર્વ પ્રધાનમંત્રી અને પરિવારની સિક્યુરિટી કરવાનું કામ SPGને આપવામાં આવ્યું છે. SPGનાં આ દરેક જવાનોને અમેરિકાની સિક્રેટ સર્વિસની ગાઈડલાઈન અનુસાર તૈયાર કરવામાં આવે છે.
રિપોર્ટ અનુસાર તેમની સુરક્ષામાં હાજર રહેલા સૈનિકો પાસે FNF-2000 અસાલ્ટ રાઇફલ, ઓટોમેટીક ગન અને 17M રિવોલ્વરની સાથે અન્ય શક્તિશાળી હથિયાર પણ હોય છે. SPG સિવાય દિલ્હી પોલીસ પણ પીએમની સુરક્ષાનું ખાસ ધ્યાન રાખે છે અને તે ક્યાંય પણ જાય તેના પહેલા તે પુરા એરિયાનું નિરીક્ષણ કરે છે. જ્યારે કોઇપણ પ્રકારનો પ્રોગ્રામ અથવા ઇવેન્ટ હોય ત્યારે સંપૂર્ણ એરિયાને SPGનાં જવાનો પોતાની અંદર માં લઇ લેતા હોય છે. મોટાભાગનાં પ્રોગ્રામમાં SPG ચીફ પોતે જ સુરક્ષામાં હાજર રહે છે અને જો તે કોઈ કારણથી પહોંચી શકે નહીં,તો લીડ કરવાની જવાબદારી કોઈ બીજા હાયર રેન્કનાં ઓફિસરને આપવામાં આવે છે,જેના ઉપર તેની સંપૂર્ણ જવાબદારી રહે છે.
પીએમ દેશનાં કોઇપણ ખૂણામાં જાય છે, ત્યાં તેમનાં પહોંચતા ૧૦ મિનિટ પહેલા જ સંપૂર્ણ ટ્રાફિક રોકી દેવામાં આવે છે અને દરેક વાહનોનું સારી રીતે નિરીક્ષણ કરવામાં આવે છે. SPG જવાન ખાસ ધ્યાન રાખે છે કે જે રુટ પરથી તેઓ જઈ રહ્યા છે તે યોગ્ય રીતે ક્લીયર છે કે નહીં. તે સિવાય પીએમ આવાસને પણ ૫૦૦