બાબા રામદેવ અને પતંજલીને કયું ગ્રહણ નડી ગયું? સુપ્રીમ કોર્ટેની ભાષા કેમ બગડી ? હવે શું થશે?

આજકાલ બાબા રામદેવ વિવાદમાં છે અને બધાં આસનો ભૂલીને કોરટા સનનાં ચક્કરમાં પડી ગયા છે. પતંજલિ માટે કોર્ટ સામે ઘણીવાર માફી માંગી છે પણ કોર્ટ માફ કરવાના મૂડમાં નથી. આ બધી શરુઆત કેવી રીતે થઇ? એને વિગતવાર સમજાવવાનો પ્રયત્ન કરું.


ભાગ 1:

ભારતમાં ઍક જૂનો કાયદો છે જે દવાઓના પ્રચાર કે જાહેરાત માટે બનાવવામાં આવ્યો છે. 1940 માં મેડીકલ સંશોધન બહુ વિકસિત નહોતું એ વખતે જ્યારે આયુર્વેદ સંશોધનમાં વૈજ્ઞાનિક પુરાવાનો અભાવ હતો ત્યારે ડ્રગ એન્ડ કોસ્મેટિક એક્ટ, 1940 પસાર કરવામાં આવ્યો હતો. પછી એમાં સહેજ ફેરફાર કરીને આ કાયદો ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટ, 1954, ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાતો) એક્ટ, 1955 માં શેડ્યૂલ J તરીકે ફાઈનલ કર્યો છે.

આ કાયદા પ્રમાણે તમે અમુક બીમારી જે અસાધ્ય ગણવામાં આવી છે અને એ પણ મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા જેને અસાધ્ય બીમારી કહે છે એ બીમારીની કોઈપણ દવા વિશે કોઈપણ ભ્રામક પ્રચાર કરો અથવા તમારી દવા માટે એવો દાવો કરો કે આ જીવલેણ બીમારી જળમૂળથી જતી રહે છે તે દાવો તમે કરવા જાવ તો તે કાયદાકીય રીતે ગુનો બને છે અને એને માટે જેલની સજાનું પ્રવધાન છે

બાબા રામદેવ આ કાયદામાં સપડાયા છે. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ સામે ઇન્ડિયન મેડિકલ એસોસિએશન( IMA) તરફથી પ્રજાને ગેરમાર્ગે દોરતી જાહેરાતો માટે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે.

ખરો વાંધો શું છે?

ભાગ 2:

બાબા કહે છે કે પતંજલિની દવા કેન્સર, દમ, બ્લડ કેન્સર, ડાયાબિટીસ જેવી અસાધ્ય બિમારી જડમૂળથી મટાડે છે…….. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે પુરાવા લાવો! બાબા રામદેવ તરફથી 1996 થી આજ સુધી એ આયુર્વેદિક દવાઓ પતંજલિ તરફથી જે સ્ટડી કરવામાં આવ્યો છે એના સાયન્ટિફિક ડેટા ભેગા કરીને આપવાની વિનંતી બાબા રામદેવ એ કરી છે પણ સુપ્રીમ કોર્ટે અને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન બંનેએ આ ડેટા માનવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમ કોર્ટે પતંજલિના મેનેજિંગ ડિરેક્ટર બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને સુનાવણી માટે બોલાવ્યા પણ કોર્ટમાં હાજર જ ન થયાં એટલે સુપ્રીમ કોર્ટ નારાજ થઈ ગઈ.

બાબા રામદેવ કહે છે કે નાઇલાજ બીમારીનો ઉપાય મારી પાસે છે અને હજારો લોકોની હિસ્ટ્રીની સાબિતી છે. સુપ્રીમ કોર્ટ કહે છે કે કાયદામાં જે રોગ નાઈલાજનાં લીસ્ટમાં છે એની પર તમે દાવો ન કરી શકો.

બાબા કહે છે એમના રોગનાં જે લક્ષણો પહેલાં હતાં અને મારી દવા લીધાં પછી જે લક્ષણો સુધરી ગયા એ જ મારી દવાની ગેરંટી છે.

બસ, અહિયાં કોર્ટને માઠું લાગ્યું અને કોર્ટ એમ કહે છે કે વિજ્ઞાન વગર કોઈ એમ દાવો કરે કે મારો નુસખો, મારો જાદુ ( મેજિક એક્ટ) થી રોગ દૂર કરું છું, તો એ Contravention of law છે. અર્થાત્ કાયદાનો ભંગ છે. હવે ગુનો અથવા ક્રાઇમની વ્યાખ્યા શું છે?

crime ની વ્યાખ્યા કોર્ટમાં શું છે

"Whatever is prohibited by law is punishable ".

એટલે જે કાયદો તોડે એ સજાને પાત્ર છે.

બીજો અર્થ એ છે કે - જે કાયદામાં સજાની જોગવાઇ હોય એ કાયદો તોડો એટલે એ ગુનો ગણાય.

જે કાયદામાં સજાનું પ્રાવધાન ન હોય એ ગુનો ન ગણાય પણ કોર્ટ ફકત ઠપકો જ આપે.

બાબાએ કાયદો તોડીને ગુનો કર્યો છે એમ સુપ્રીમ કોર્ટ કાયદાને આધારે માને છે.

બાબાએ કહ્યું કે રોગ મટે છે એનો પુરાવો છે, તો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન કહે છે કે સાયન્ટીફિક પુરાવા નથી ફકત લોકો તરફથી મૌખિક રીતે કહેવાય છે કે મને દવાની અસર થઈ છે.

ભાગ 3:

હવે મુશ્કેલી ક્યાં થઇ છે? બાબા રામદેવના યોગ અને ઉપચાર ને કારણે એલોપેથીક સારવાર અને દવાની કંપનીઓને ભારે ફટકો પડયો છે. પતંજલિ 1 લાખ કરોડનો બિઝનેસ પર પહોંચી ગયું છે એટલે ભારતમાં ત્રણ મોટી કંપનીઓ હિન્દુસ્તાન લિવર, ડાબર અને નેસ્લેની ઉંઘ હરામ થઇ ગઇ છે. ભારતમાં સવારે ઉઠીને બ્રશ કરીને, શેમ્પૂ, ક્રીમ અને તેલ લગાડીને તૈયાર થાવ એટલાં બે કલાકમાં 3 મોટી કંપનીઓની 63 ટકા પ્રોડક્ટ ભારતવાસીઓ વાપરે છે. બાબા રામદેવે આ 63 ટકાના ભાગમાં ગાબડું પાડ્યું છે.

ડાબર 79 અબજ રૂપિયાના ટર્ન ઓવરમાં પતંજલિ સામે (93 અબજ) નાં ટર્ન ઓવર સામે હારી ગયું છે.

નેસ્લે ઇન્ડિયાનાં 93 અબજ ટર્ન ઓવર સામે પતંજલિ સમોવડિયું બની ગયું છે.

હિન્દુસ્તાન લિવર સામે જીતવા પતંજલિ થોડા કદમ દૂર છે. પણ 2 વર્ષમાં પતંજલિ આગળ નીકળી જશે.

પતંજલિની સફળતા એ કંપનીની પ્રોડક્ટ નથી પણ ભારતનાં લોકો સ્વભાવે " આર્યુવેદિક" છે. ઘરગથ્થું ઉપચાર એ સ્વભાવમાં છે એ પતંજલિ, ડાબર, ઝંડુ જેવી કંપનીઓને સફળ બનાવે છે. વિદેશી કંપનીઓને આ ખૂંચે છે. ઇન્ડીયન મેડીકલ એસોસિયેશનને બીક છે કે એલોપેથીમાં લોકો ઓછું માનતા થશે તો ડોકટરોની સામે ચેલેંજ વધી જશે. જેને પેટમાં દુખે એણે શેકેલું જીરું ખાવાને બદલે ડોકટર પાસે જઈને એલોપેથી દવા લેવી જોઈએ એવું ઇન્ડિયન મેડિકલ એસોસિએશન માને છે.

બાબા રામદેવ સામે મુશ્કેલી એ છે કે, જાહેરમાં ટીવી પર રોગનો આર્યુવેદિક ઉપચાર કહી દે છે અને એ પણ સાથે કહે છે કે જો તમે આ ઉપચાર ન કરી શકો તો " પતંજલિ" બ્રાન્ડની દવા લેજો એમાં બધું જ છે. બસ, આ વાત મેડીકલ એસોસિએશનને ખટકે છે.


હવે, મુળ વાત પર પાછો આવું તો, બાબા રામદેવની કઈ ભૂલ માટે સુપ્રીમ કોર્ટને વાંકુ પડ્યું છે?

બાબાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી અને પોતાનાં પર કેસ થયો છે એની વાત કરી. પ્રેસ કોન્ફરન્સમાં ફકત એટલું જ કહ્યું કે, હું પુરાવાઓ ભેગાં કરી રહ્યો છું . બસ, સુપ્રીમ કોર્ટે કહ્યું કે પ્રેસ કોન્ફરન્સ કેમ કરી? આ બીજો ગુનો જેને Contept of Court કહેવાય. બાબાએ માફી માંગી પણ બાબાની માફીનો અસ્વીકાર થયો.

હવે, ઓરીજીનલ કેસ જે અસાધ્ય બીમારીને સાજા કરવા બાબતે હતો એ સાઈડમાં મુકાઈ ગયો અને કોર્ટની અવમાનના ( Contempt of Court) મુખ્ય કેસ બની ગયો!!!

કાયદાકીય રીતે સુપ્રીમ કોર્ટ એ ટ્રાયલ કોર્ટે નથી. નીચલી કોર્ટમાં કેસ ચાલે અને જજમેન્ટ આવે પણ ઑરીજીનલ કેસનો ટ્રાયલ હજી ચાલુ પણ નથી થયો અને સુપ્રીમ કોર્ટ મેદાનમાં આવી ગઈ! ટ્રાયલ કોર્ટમાં જઈને સરકારનું મંત્રાલય નકકી કરે કે કયા લાઇસન્સનો ભંગ થયો છે એ પછી ચુકાદો આવે.

સુપ્રીમ કોર્ટને ટ્રાયલ કોર્ટમાં કેસ ચાલે એની સામે વાંધો નથી પણ બાબા રામદેવ અસાધ્ય રોગોને મટાડી આપવાની ગેરંટી લે છે એની સામે 1940 નાં કાયદાના ભંગ થાય છે એ મોટો વાંધો છે. બાબા રામદેવે કોવિડ વખતે એક દલીલ કરી હતી કે - કોરોનાની વેક્સિન લીધાં પછી પણ 2000 ડોકટરો મરી ગયા હતાં…ટૂંકમાં એલોપેથી પણ ક્યાં સત્ય છે? આ વાત સુપ્રીમ કોર્ટે ભ્રામક પ્રચાર તરીકે ગણી લીધી!!!!

કોકડું ક્યાં ગૂંચવાયું છે?

ઇન્ડીયન મેડીકલ એસોસિયેશન કહે છે કોવીડમાં ડોકટરો શહીદ થયા અને રામદેવ બાબા કહે છે દવા લીધાં પછી પણ મરી ગયા!😄

પણ, સુપ્રીમ કોર્ટે પણ એક ભૂલ કરી નાખી!

ઉત્તરાખંડની સુપ્રીમ કોર્ટની બેંચના એક જજ એવું બોલ્યા કે " I will rip you off"! તમારાં ચીંથરા ઉડાડી નાખીશ! સુપ્રીમ કોર્ટનાં જજ ધમકી આપી શકે? સુપ્રીમ કોર્ટનાં જજ માનનીય અહસાનુદ્દીન અમાનુલલાહ પર આખા દેશનાં બધાં ન્યાયાધીશોએ આવું ખરાબ બોલવા પર તિરસ્કાર વરસાવ્યો છે. હવે સુપ્રીમ કોર્ટનો વારો માફી માંગવાનો આવ્યો છે.


હવે ઇન્ડીયન મેડીકલ એસોસિએશન પર પણ સુપ્રીમ કોર્ટ ખફા છે. IMA નાં ચેરમેન જે. એ. જયપાલે હિંદુ ધર્મ, ચર્ચ અને આર્યુવેદ ત્રણેયને જોડીને એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે કે - "
ભારત સરકાર "સાંસ્કૃતિક મૂલ્ય અને હિન્દુત્વમાં પરંપરાગત માન્યતા"ને કારણે આયુર્વેદ સાથે આધુનિક દવાને બદલવાનો પ્રયાસ કરી રહી છે. “સરકાર માટે સંસ્કૃત ભાષા અને હિંદુત્વની ભાષા લોકોના મનમાં દાખલ કરવાનો આ એક પરોક્ષ માર્ગ છે. ચર્ચ લોકોની સંભાળ રાખે છે, સરકાર નહીં!!!

આમાં ચર્ચ ક્યાંથી આવ્યું? હિન્દુ ધર્મ અને આર્યુવેદ ક્યાંથી આવ્યું? એટલે ટૂંકમાં ઇન્ડીયન મેડીકલ એસોસિએશન પણ દૂધે ધોયેલું નથી.

તો હવે છાપામાં સમાચાર વાંચો તો પહેલાં જાણજો કે કયા કેસની વાત ચાલે છે?

કોર્ટની અવગણનાનો કેસ?
1940 નાં કાયદાવાળો ડ્રગ એન્ડ મેજિક રેમેડી કેસ?
1945/ 1954/ 1955 નાં કાયદાવાળો ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક કેસ?
બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણને જેલયોગ છે એવું અત્યારે લાગે છે.

અને હા, એટલું ચોક્ક્સ જાણજો કે દવાની કંપનીઓની માફિયાગીરી અને એલોપેથી ડોકટરોની સાંઠગાંઠ કાયદાની આડમાં રામદેવ અને પતંજલિને પતાવવાના મૂડમાં છે. પતંજલિની દવાઓમાં કોઈ ઉણપ નથી. છાપામાં કેસનાં સમાચાર વાંચીને તમે એન્ટી પતંજલિ ન થઇ જતાં. અંગ્રેજોની કંપનીઓ લિપ્ટન ચા, કોલગેટ, પ્રોક્ટર ગેમ્બલ , નેસ્લે, હિન્દુસ્તાન લિવર, મેગી….. આ બધાના ખોળામાં 75 વર્ષથી બેઠાં જ છીએ. બાબા રામદેવ અને પતંજલિને સપોર્ટ કરીને દેશભક્તિ બતાવવાનો સમય આવી ગયો છે.🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.