ચાલો જોઈએ મહાસત્તા હોવું એટલે શું?
અમેરિકા, બ્રિટન, જાપાન, ફ્રાન્સ, જર્મની અને મહા-નાલાયક ચીન (ના છૂટકે લખવું પડે છે) આ બધી વિશ્વની સ્થાપિત મહાસત્તાઓ છે અને આ સિવાય પણ ઇઝરાયેલ, સાઉદી અરેબિયા, યુ એ ઈ, ઓસ્ટ્રેલિયા, કેનેડા વિગેરે પણ મહાસત્તા થી કમ નથી.
મહાસત્તા આને કહેવાય
દા. ત. 3 જાન્યુઆરી 2020 ના રોજ ઇરાક ના બગદાદ શહેર ના એરપોર્ટ ની બહાર જઈ રહેલા મોટરકારો ના કાફલા પર ડ્રોન દ્વારા મિસાઈલ ફેંકીને ઈરાન ના સૌથી મોટા અને મધ્ય-પૂર્વ માં મોટું માથું કહેવાતા એવા જર્નલ સુલેમાની ને અમેરિકાએ મારી નાખ્યા અને તો પણ વિશ્વમાં કોઈની હિમ્મત ન થઇ કે અમેરિકાને કઈ કરી શકે (ઈરાને વળતા હુમલા રૂપે અમેરિકાના, ઇરાક માં આવેલા લશ્કરી મથકો પર મિસાઈલ મારો કર્યો પરંતુ એ તો પેપર ફૂટી ગયું હતું, અડધી રાત્રે ઈરાન દ્વારા ઇરાક ના વડાપ્રધાન ને આ હુમલા ની આગોતરી માહિતી આપી દીધી હતી અને આ માહિતી ઇરાક ના વડાપ્રધાને અમેરિકન સેનાને પહોંચાડી ના હોય એવું માનવાને કોઈ કારણ નથી)
ટૂંકમાં, બીજા દેશ ની ધરતી પર ત્રીજા દેશના લશ્કરી કમાન્ડર ને મારી નાખવો એ કોઈ જેવી તેવી વાત છે?
આપણે ત્યાં સંસદ પર હુમલા કરવા વાળાને કે પછી 26/11 ના હુમલાખોરોને બચાવવા માટે લોકો તત્પર હોય છે, મુંબઈ બૉમ્બ ધડાકા ના મુખ્ય આરોપી યાકુબ મેમન માટે પણ આ દેશ માં દયા અરજીઓ થતી હોય તો એવા દેશ ને મહાસત્તા કેવી રીતે બનાવવો?
મહાસત્તા બનવા માટેની સૌથી પહેલી લાયકાત કે દેશની અંદર એકસૂત્ર તા હોવી જોઈએ, જ્યાં રાષ્ટ્રહિત સર્વોપરી હોવું જોઈએ અને એ દરમ્યાન રાષ્ટ્ર ને અંદર કે બહાર થી કોઈ જોખમ જણાય ત્યારે લોકોએ એકજુટ થઈને દેશહીત સિવાય બધું જ કોરાણે મૂકી દેવું પડે. તમને ખબર જ હશે કે ઇઝરાયેલ માં 20-25 વર્ષ ની સ્વરૂપવાન યુવતીઓ મિલિટરી માં સૈનિક તરીકે ફરજ નિભાવતી હોય છે અને આપણી યુવતીઓ જેમ ડિઝાઈનર બેકપેક લગાવીને ફરે તેમ ત્યાં આ યુવતીઓ એકે-56 લગાવીને ફરતી હોય એવું સાવ સામાન્ય છે.
ટૂંકમાં મહાસત્તા બોલવાથી થોડું થઇ જવાય?
દેશ ને મહાસત્તા બનતા રોકે છે તેવા અવરોધો જોઈએ….
ચોમાસા પછી આપણા દરેક શહેર ના રોડ-રસ્તા જોઈને અંદાજ ન લગાવી શકાય કે 'દિલ્હી કેટલું દૂર છે?'
ચીનમાં ગ્વાન્ગઝહું ના એરપોર્ટ થી ફક્ત 2 કિલોમીટર દૂર હોવ તો પણ તમે 100 કિમિ / કલાક ની ઝડપે કાર ચલાવી શકો અને આપણે ત્યાં?? મુંબઈ શહેર શરુ થવાને 50 કિલોમીટર દૂર થી ટ્રાફિક ની સમસ્યા ચાલુ થઇ જાય, આપણે જો મુંબઈ થી વિમાન પકડવાનું હોય તો ઓછામાં ઓચ્છુ 5-7 કલાક વહેલા પહોંચવાના પ્લાંનિંગ થી જ નીકળવું પડે.
મહાસત્તા ઓ રંગ, નાત-જાત કે પહેરવેશ જોયા વગર ફક્ત 'પ્રતિભા' ને જ જુવે છે અને જેવી પ્રતિભા એવું કામ એ સૂત્ર ને તે લોકો વરેલા છે. અને આપણે ત્યાં એક 'પ્રતિભા' એવા હતા કે તેઓ જયારે દેશ ના સર્વોચ્ચ હોદ્દા પરથી ઉતર્યા ત્યારે સરકારી ભેટ-સોગાદો અને સર-સામાન ટ્રકો ભરીને પોતાના ઘરે લઇ ગયા, તો પણ આપણે આ ભૂલી જઇયે છીએ
અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ જ્યોર્જ બુશ (જુ.) ના સમય માં સુ શ્રી કોંડોલિઝા રાઈસ નામે એક મહિલા ત્યાંના 'સેક્રેટરી ઓફ સ્ટેટ' એટલેકે કે આપણા વિદેશમંત્રી નો હોદ્દો, આ સુ શ્રી કોંડોલિઝા રાઈસ નીગ્રો સમુદાય માંથી આવતા હતા તો પણ એમની વિશ્વમાં એવી ધાક હતી કે જયારે તેઓ મધ્ય-પૂર્વ ના પ્રવાસે જતા ત્યારે મોટા મોટા 'હાકેમો' પણ તેમનાથી ફફડતા, અને આપણે ત્યાં નાત-જાત-પહેરવેશ અને ચામડી નો કલર જોઈને બધું નક્કી થતું હોય છે.
જર્મની માં તમે રેસ્ટોરન્ટ માં જરૂર થી વધારે ખોરાક મંગાવ્યો હોય અને જમ્યા પછી એ ખોરાક પડ્યો રહે તો તમારે સાથે પેક કરીને સાથે લઈ જવો પડે નહીંતર પેનલ્ટી થાય કારણ કે જર્મન સરકાર નું કહેવું છે કે તમે ખોરાક ના રૂપિયા ચૂકવો છો પરંતુ એ બનાવવા માટે જે કુદરતી સ્તોત્રો નો ઉપયોગ કર્યો એ તમારી માલિકી નો નથી અને એને આમ ખોરાક નો બગાડ કરીને વેડફવા ના દેવાય, અને આપણે ત્યાં ?? ખાસ કરીને લગ્ન અને બીજા મેળાવડાઓ માં શું થાય છે તે સૌને વિદિત હશે જ.
જાપાન બીજા વિશ્વયુદ્ધ માં અમેરિકાના હાથે 'અણુબોમ્બ' નો માર ખાઈને લગભગ ખતમ થઇ ગયું હતું પરંતુ ત્યાંના સમ્રાટના એક રાષ્ટ્રજોગ પ્રવચન પછી દરેક જાપાનિએ નકી કર્યું કે બસ હવે 'મેડ ઈન જાપાન' ને વિશ્વવ્યાપી બનાવવું છે અને તે એ લોકોએ બનાવ્યું, દક્ષિણ કોરિયા માં જમીન સમતલ હતી જ નહિ, દરેક જગ્યા એ નાની મોટી ટેકરીઓ (પર્વતાળ પ્રદેશ હોવા ના લીધે) પરંતુ ત્યાંના લોકો એ હાથ માં જે મળે તે લઈને સતત જમીન ને સમતલ બનાવવા નો પ્રયત્ન વર્ષો ના વર્ષો સુધી કર્યો અને દેશ ને રહેણાંક, ખેતીલાયક તથા વેપાર- ઉદ્યોગ માટે યોગ્ય બનાવ્યો,
અને આ બધીજ બાબતો માં એક વાત સર્વસામાન્ય છે, આપણે સૌ 'મારે શું' એવી માનસિકતા થી જન્મ્યા છીએ અને તેથી જ આપણે દરેક બાબત માં 'નિમ્નસ્તર ના સ્વકેન્દ્રી' છીએ....
આપણે ચોમાસા પછી દર વર્ષે રોડ રસ્તા ખરાબ છે તો ચૂપ રહીયે છીએ,
આપણા વિસ્તારના ધારાસભ્ય કે કોર્પોરેટર વિવાદિત ભૂતકાળ ધરાવે છે તો પણ આપણે ચૂપ છીએ અને નવરાત્રી માં તેઓ શ્રી ને મુખ્ય અતિથિ બનાવીયે છીએ
આપણી મોટા ભાગની પ્રાઈવેટ સ્કૂલો ના સંચાલકો માફિયા થી કઈ કમ નથી તો પણ આપણે ચૂપ રહીયે છીએ અને આવી સ્કૂલો માં એડમિસન લેવા માટેના ફોર્મ લેવા માટે ડિસેમ્બર મહિના ની ઠંડી માં વહેલા ઉઠી ને લાઈન માં ઉભા રહીયે છીએ
આપણે રોડ પર દૂધ વાળા થી ડરીને વાહન ચલાવીએ છીએ, કારણ કે ભૂલ થી (દુધવાલા ની) પણ એની જોડે વાહન અથડાઈ ગયું તો આવી બન્યું
આપણે જે ગૌમાતા ની પૂજા કરીયે છીએ અને મકરસંક્રાંતિ ના દિવસે એ ગાયમાતા ને ઘાસ ખવડાવીને પુણ્ય કમાઈએ છીએ એ જ ગૌ માતાને પશુપાલકો રોડ પર 'ચરવા' માટે છૂટી મૂકી દે છે, અને વર્ષે દા'ડે 5000 લોકો ફક્ત રોડ પર ફરતા પશુઓ ના કીધે થતા અકસ્માત ને લીધે રામશરણ થાય છે, અને તો પણ વ્હાલા પશુ પાલકો ને આપણે કશું કહેતા નથી
આપણે નદીને માતા કહીને દુનિયા ભર નો કચરો ઠાલવીયે છીએ (અમેરિકા માં પીવાના પાણી ની શુદ્ધતા બધેજ એકસરખી, એવું કહેયાય છે કે જે પાણી પ્રેસિડેન્ટ ટ્રેમ્પ પીવે છે તે જ ગુણવત્તા વાળું પાણી ત્યાંનો સામાન્ય માણસ પણ પીવે છે, ટૂંકમાં પાણી બધા માટે સરખી ગુણવત્તા વાળું અને આપણે ત્યાં ભાઈ શ્રી વિરાટ કોહલી નું પાણી ફ્રાન્સ થી આવે છે!)
આપણે ત્યાં અમુક-તમુક કોમ ના લોકો ને કોઈ ગુન્હા હેઠળ પકડવા હોય તો પોલીસ ને સો વાર વિચાર કરવો પડે કારણ કે એક ચોક્કસ કોમ પોતાના માણસ ને છોડાવવા માટે પોલીસ સ્ટેશન નો ઘેરાવો કરી લે છે અને ચાઈના માં ત્યાંના ઊંઈઘુંર પ્રાંત માં એક ભાઈને દાઢી વધારવા બદલ 6 વર્ષ ની સજા થઇ, કારણ કે ચીન માં કોઈ પણ પ્રકાર ના ધાર્મિક પ્રતીકો રાખી શકતા નથી
આપણે પોતાના સ્વાર્થ માટે 100 રૂપિયા આપીને ટ્રાફિકપોલીસ પાસેથી છૂટી જઇયે છીએ પરંતુ નિયમ પાલન નથી કરતા
સાવ એવું પણ નથી કે આપણા માં મહાસત્તા બનવાની ક્ષમતા નથી, પરંતુ ખાટલે મોટી ખોડ કે આપણે સૌ રાષ્ટ્રભાવના ના કુપોષણ થી પીડાતી એક નિરસ, અને સ્વકેન્દ્રી પ્રજા છીએ, તમે જ વિચારો આપણામાંથી કેટાલાને ઓલિમ્પિક ના ગોલ્ડ મેડલ માં રસ છે? આપણે તો સેન્સેક્સ ની અને સારા ભજીયા ક્યાં મળે તેની સલાહ સૂચન અને ફ્લિપકાર્ટ અને એમેઝોન ના સેલ ની રાહ જોતી પ્રજા છીએ, દેશપ્રેમ અને એમાંથી ઉદ્ભવતો રાષ્ટ્રવાદ અને એમાંથી મળતું મહાસત્તા નું બિરુદ મેળવવાની 0.000000001 ભારતીય ને પણ પડી નહિ હોય, શું આપણને ખબર છે મહાસત્તા નો સાચો અર્થ શું?
દા.ત આપણા દેશ ના કોઈ પણ શહેર માં રહેતા કોઈ પણ ઇઝરાયેલી કે અમેરિકન નાગરિક ને આપણા દેશમાં કઈ પણ અડચણ કે તકલીફ થાય એટલે બીજે જ દિવસે આપણા ભારત ના જે તે દેશ માં નિમણુંક થયેલા પ્રતિનિધિને ત્યાંના તેમના સમકક્ષ અધિકારી દ્વારા તાત્કાલિક 'સમન્સ' મોકલવામાં આવે અને તેઓને તાકીદ કરવામાં આવે કે જેમ બને તેમ ઝડપથી તેઓના દેશ ના નાગરિક ને આપણા દેશ માં જે કઈ અડચણ આવી હોય એનો નિકાલ લાવવામાં આવે, કહેવાય છે કે આફ્રિકામાં ઇઝરાયેલ ના નાગરિક ને જો પોતાના જીવ પર જોખમ જણાય તો સામે વાળા ને શૂટ કરીને પહેલી ફ્લાઈટ પકડીને ઇઝરાયેલ આવી જવાની તાકીદ હોય છે, ઇઝરાયેલી ને આફ્રિકાના જંગલ માં પણ બીક લાગતી નથી, સામા પક્ષે આપણી હાલત શું છે તે જુઓ, મેં સાંભળેલું છે કે અમારા સુરત થી લોકો કાચા હીરા લેવા માટે આફ્રિકા જતા પરંતુ એ બિચારા ત્યાં સ્થાનિક ગુજરાતી ને ત્યાં રહે અને 1 ઇંચ જાડાઈ વાળા લોખંડ સળિયા વાળા દરવાજા ની અંદર ની બાજુ માં રહીને ત્યાંના સ્થાનિક સાથે વેપાર સંબંધી વાત કરે
એક રસપ્રદ કિસ્સામાં અમેરિકા ના CIA ના જાસૂસ રેમન્ડ ડેવિસ એ પાકિસ્તાન ના લાહોર માં બે બાઈક સવાર ને પોઇન્ટ બ્લેન્ક થી શૂટ કરી દીધા અને તો પણ અમેરિકા પોતાના જાસૂસ ને થોડા જી દિવસ માં અમેરિકા પરત લઇ ગયું, આને કહેવાય મહાસત્તા, એ જ અમેરિકા અફઘાનિસ્તાન ના જલાલાબાદ થી પાકિસ્તાન ના એબોટાબાદ સુધી પોતાના Navy SEAL Commando ને મોકલે છે અને આતંકીઓના આકા એવા બિન લાદેન ને મારે છે તો પણ પાકિસ્તાન થી એક હરફ પણ ઉચ્ચારાતો નથી નહીંતર અમેરિકાએ જયારે પોતાના લશ્કરી જવાનો સાથે જે હેલીકોપ્ટર અફઘાનિસ્તાન થી ઉડેલા અને પાકિસ્તાન ગયેલા તેમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન કર્યું હતું, પરંતુ મહાસત્તા તો એને જ કહેવાય ને કે જે આવું બધું કરી શકે.
જયારે આપણે ત્યાં, દેશના વડાપ્રધાન કોઈ પણ રચનાત્મક કામ કરે છે તો એમાં વાંધા-વચકા કાઢવામાંથી જ લોકો ઊંચા આવતા નથી, 2014 પછી આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા ઘણા એવા કાર્યો શરુ થયા જેનું યોગ્ય મૂલ્યાંકન નથી થયું ,
જેમકે,
સ્વચ્છ ભારત અભિયાન (UNO દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે 2014 ના સ્વચ્છ ભારત અભિયાન પછી ભારત માં 'ખુલ્લામાં શૌચ' કરવાના આંકડાઓ ખુબ જ ઝડપથી નીચે આવ્યા છે.
કોઈ પણ સરકારી રાહત સીધી જ લાભાર્થી ના બેન્ક ખાતામાં જમા થવી (પહેલા સરકાર પાસેથી નાણાં લેવા માટે 'આપવા' પડતા હતા અને અત્યારે એમાં ઘણો ફેરફાર આવ્યો છે (ભ્રષ્ટાચાર તો હજુ એટલો જ છે પરંતુ એમાં સરકાર નહિ પરંતુ પ્રજા વધારે જવાબદાર છે)
ટ્રિપલ તલાક - મુસ્લિમ બહેનો ને આ કાયદા થી ઘણી મોટી રાહત થઇ છે
કાશ્મીર માંથી 370 કલમ હટાવીને કાશ્મીરને અલગતાવાદીઓ ની ચુંગાલ માંથી છોડાવ્યું
પરંતુ, પ્રજાનો પણ એટલો જ સહકાર અપેક્ષિત છે, એક હાથે તાળી ના પડે.
દેશને મહાસત્તા બનાવવો હોય તો એનું ઝનૂન દેશ ના દરેક નાગરિક ની રગે-રગ માં હોવું જોઈએ, અને મિત્રો 'આવું ઝનૂન' થોડું કોઈ દુકાન માં વેચાતું મળે છે, મૂળ આપણે પ્રજા જ સાવ નિર્માલ્ય છીએ નહીંતર પાપી-પિશાચી મોગલો અને લુચ્ચા અંગ્રેજો આ દેશ પર થોડા રાજ કરી શકે?
હવે તમે જ જણાવો કે આવતા પાંચ વર્ષ માં ભગવાન શ્રી પોતે ભારત માં ફરીથી અવતરણ પામે તો પણ 'મહાસત્તા' બની શકાય તેમ નથી..
જય ભારત