આપણા ઘરની બહાર અને આસપાસ જાતે સફાઇ કરી અને ભીનો સુકો કચરો જાતે જ ઉપાડી યોગ્ય જગ્યાએ નિકાલ કરવો જોઇએ. ઘણાં માણસો બસમાં મુસાફરી કરતાં હોય ત્યારે નાસ્તો કરીને પેકેટ બસમાંજ છોડી દેતા હોય છે, પાણીની ખાલી બોટલ પણ બસમાંજ છોડી દેતા હોય છે આમ ન કરતાં થોડો સમય તેને સાથે રાખી જયારે બસમાંથી ઉતરીએ ત્યારે કચરા પેટીમાં તે નાંખી દેવો જોઇએ. નોકરી અને કામ ધંધાના સ્થળે મસાલા અને ગુટકા ખાનારાઓ પોતાની પાંચ રૂપીયાની ખાધેલી પડીકીની પીચકારી મારી કરોડોની ઇમારતો અને તેમાં લાગેલી લીફટને ગંદી કરતાં હોય છે. અલબત્ત આવૃ કૃત્ય દંડનીય તો છે જ તેમ છતાં, આવા માણસો એ પોતે ગંદકી ફેલાવી રહ્યા છે એ, સચ્ચાઇ સ્વીકારીને પોતાની ક્ષણીક આળસ ખંખેરીને યોગ્ય જગ્યાએ જ પીચકારી મારી અને ગંદકી અટકાવવી જોઇએ. આમ આવા ગંદકી કરનારાઓ ને આપણે જયારે જોઇએ ત્યારે તેને પ્રેમથી આમ કરતાં ફકત એકવાર જ અટકાવવામાં આવશે તો ધીમે ધીમે ઘર, ગામ અને ગુજરાત સ્વચ્છ દેખાશે. આપ ભલા તો જગ ભલા.
clean india
0
એપ્રિલ 29, 2024
જયારે સ્વચ્છતાની વાત આવે ત્યારે આવો પ્રશ્ન થવો ખુબજ સ્વાભાવિક છે. કાયદા કાનુન કે ડરથી જો કોઇ કામ કઢાવવામાં આવે એના કરતાં જો સ્વેચ્છાએ સારૂ કામ કરવાની ધગશ જાગે એ ખુબજ જરૂરી છે. આપણો દેશ આઝાદ થયા પછી નાનામાં નાના ગામડામાં પ્રાથમિક શિક્ષણ મળી ગયેલુ છે. શિક્ષણથી માનવીમાં સંસ્કાર આવે જ છે. હવે ભુમિકા સ્વરૂપ એક ઉદાહરણ લઇએ તો ગુજરાતમાં દારૂબંધી છે. તેમ છતાં પણ ગુજરાતનુ નાનામાં નાનુ પણ કોઇ એકાદ ગામ ભાગ્યે જ હશે કે જયાં દેશી દારૂ વેચાતો ના હોય પીવાતો ના હોય. હવે જયારે માણસ શિક્ષિત હશે તો પોતાની આજુબાજુ દારૂ નો દરિયો પણ હશે તોય પણ એ દારૂ ને હાથ નહી લગાડે આવા લાખો માણસોને આપણે જાણતાં હોઇશુ આમના માટે દારૂબંધી હોય કે ના હોય તેનો કોઇ ફરક પડશે નહી. હવે વાત સફાઇની ભારતના તમામ નાગરિકને એટલો તો ખ્યાલ હોય જ કે ગંદકી કોને કહેવાય. અને ગંદકી ફેલાતી કેવી રીતે અટકાવાય. આપણુ ઘર, કામકાજનુ સ્થળ, અને રસ્તા ઉપર આપણે પાનમસાલા ખાઇ ગંદી પીચકારી ના મારવી જોઇએ, સ્વેચ્છાએ માણસે સમજી ને એનો અમલ કરવો જોઇએ, નાસ્તાના પડીકા ગમે ત્યાં ના ફેંકી દેતા તેને યોગ્ય જગ્યાએ મુકેલી કચરાપેટીમાંજ નાંખવા જોઇએ,
Tags