સૌથી પહેલા આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે દાઢી ફક્ત પુરુષોમાં જ હોય છે અને સ્ત્રીઓમાં કેમ નથી હોતી?
ફકત વિજ્ઞાનના આધારે જ આ સમજાવી શકાય એવું છે. સૌથી સાદી વાત કરું તો પહેલા તો વાળ ઉગવા અથવા વધારે હોવા અથવા ઓછા હોવા એ બધું શરીરની અંદર રહેલા હોર્મોન નક્કી કરે છે.પુરુષોના ચહેરા પરના જાડા વાળ મૂછો અને દાઢીના રૂપમાં ખૂબ જ ચોક્કસ કારણોસર હોય છે.
પણ આ બધી શરુઆત મગજ માં થી થાય છે. પુરુષો અને સ્ત્રીઓ બંને માટે ચહેરાના વાળની શરૂઆત હાયપોથાલેમસમાં થાય છે. આ હાયપોથાલેમસ મગજ માં થી ચોકકસ મેસેજ મોકલે છે.
પણ મેસેજ કયાં મોકલે?
મેસેજ મોકલે છે છોકરીઓમાં અંડાશય માં અને છોકરાઓ ને વૃષણ માં. અહીંયા મેસેજ મળ્યા પછી એમનામાં હોર્મોન ઉત્પાદન શરૂ કરવાનું ટ્રિગર થાય છે.
અંડાશય છોકરીઓમાં એસ્ટ્રોજન નામનું હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
વૃષણ છોકરાઓમાં ટેસ્ટોસ્ટેરોન નામનું હોર્મોન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે.
આ બે હોર્મોન્સની હાજરી અને વધઘટ આપણા શરીરને તરુણાવસ્થામાં ધકેલવામાં મદદ કરે છે.
ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારા સાથે છોકરાઓ વધુ "પુરૂષ અથવા Manly" બને છે, જ્યારે એલિવેટેડ એસ્ટ્રોજનનું સ્તર છોકરીઓને વધુ "સ્ત્રી કે feminine" બનાવે છે.
શરીરમાં ટેસ્ટોસ્ટેરોનની મોટી માત્રા ચહેરાના વાળના ઝડપી અને ઝડપી વિકાસને કન્ટ્રોલ કરે છે.
છોકરીઓમાં ટેસ્ટોસ્ટેરોન કરતાં વધુ એસ્ટ્રોજન હોવાથી, તેમના ચહેરાના વાળનો વિકાસ એટલો ફળદ્રુપ નથી. આમ, જે છોકરીઓને ચહેરાના વાળના ઝડપી વૃદ્ધિની સમસ્યા હોય છે તેઓમાં ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ જોવા મળ્યું છે. તેથી, જ્યારે એસ્ટ્રોજનનું ઊંચું સ્તર છોકરીઓને તેમના ચહેરાના વાળના વિકાસને અંકુશમાં રાખવામાં મદદ કરે છે.
હવે બીજા હોર્મોન ની પણ વાત કરી લઈએ.વાળ વૃદ્ધિ એન્ડ્રોજન નામના હોર્મોનની હાજરીને કારણે થાય છે.
જો કે આ હોર્મોન બંને જાતિઓમાં હાજર છે અને તે બરછટ અને ઘાટા વાળ નું કારણ બને છે . પ્યુબિક પ્રદેશ ( ગુપ્તાંગ પ્રદેશ) અને બગલનો વિસ્તાર એન્ડ્રોજન અને ટેસ્ટોસ્ટેરોન નામના આ હોર્મોન પ્રત્યે વધુ સંવેદનશીલ છે જેના કારણે છોકરીઓ અને છોકરાઓ બંને આ પ્રદેશોમાં બરછટ અને કાળા વાળનો વિકાસ અનુભવે છે.
ટેસ્ટોસ્ટેરોન અને એન્ડ્રોજન હોર્મોન્સનું સ્તર પુરુષોમાં પ્રમાણમાં ઊંચું હોવાથી વાળ વધુ બરછટ અને ઘાટા બને છે. આ હોર્મોન્સના ઉચ્ચ સ્તરને લીધે, પુરુષોમાં ચહેરાના વાળ ઉગવા લાગે છે જે ઉપલા હોઠથી શરૂ થાય છે અને ગાલથી જડબા સુધી વધે છે.
પણ સ્ત્રીઓ માં,
સ્ત્રીઓના ચહેરા પર પુરૂષો જેટલા જ ફોલિકલ કોષો હોય છે. સ્ત્રીઓના ચહેરાના આ બરછટ વાળ ન ઉગવાનું કારણ એ છે કે તેઓ પુરુષો કરતાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોન પ્રત્યે ઓછી સંવેદનશીલ હોય છે.
ટૂંકમાં કહીએ તો, ટેસ્ટોસ્ટેરોન નામના પુરુષ હોર્મોનની ગેરહાજરીને કારણે છોકરીઓ માં દાઢી કે મૂછ નો અભાવ હોય છે.
હવે દાઢી અને મૂછ ની શરીર ને શું જરૂરિયાત છે અને એ સિવાય શરીરના બીજા ભાગમાં રહેલા વાળની શું જરૂરિયાત છે એ વધારાની માહિતી તરીકે જણાવું.
વાળ ઠંડા વાતાવરણમાં ગરમી જાળવી રાખે છે અને ગરમ વાતાવરણમાં ગરમીને દૂર રાખે છે, આમ થર્મોરેગ્યુલેશનમાં મદદ કરે છે.માનવીઓમાં વાળની ઘનતા અને કદમાં ઘટાડો થર્મોરેગ્યુલેશનમાં પરસેવો દ્વારા ગરમીના બાષ્પીભવનને કારણે મદદ કરે છે. રુવાંટી વગરની ત્વચા બાષ્પીભવન માટે અવરોધ ઊભો કરશે નહીં જ્યારે પુષ્કળ વાળ બાષ્પીભવન કરતી ગરમીના નુકશાનને ઘટાડશે.
શરીરને આઘાત અને અલ્ટ્રાવાયોલેટ નુકસાન સામે રક્ષણ આપે છે.
નરના શરીર પરના વાળ અને માદા ને માથા ઉપરના વાળ નર અને માદા વચ્ચે સેક્સ્યુઅલ attraction ઊભુ કરવામાં મદદ કરે છે.
જ્યારે શરીર ઉપર કોઈ બીજું પ્રાણી કે જીવજંતુ બેસે ત્યારે શરીરના વાળ તમને સૌથી પહેલી ચેતવણી આપવાનું કામ કરે છે.
મનુષ્યમાં, વિશિષ્ટ વાળ જેવા કે આંખના ભ્રમર અને નસકોરાની અંદરના વાળ અને બાહ્ય કાન પર્યાવરણથી થોડું રક્ષણ પૂરું પાડે છે.
આઇબ્રો માથાનાં પરસેવાને આંખોમાં પ્રવેશતા અટકાવે છે.
માથાની ચામડીના વાળ મગજના તાપમાનને સ્થિર કરવામાં મદદ કરી શકે છે.
ગુપ્ત અંગો ની આસપાસ જે વાળ હોય છે એ જનનાંગોને ગરમ રાખી શકે છે, જે જાતીય ઉત્તેજનાનું મહત્વનું પરિબળ છે.
તમારા જનન વિસ્તારની ત્વચા નાજુક છે. પ્યુબિક વાળ એક રક્ષણાત્મક બફરની જેમ કામ કરે છે, સેક્સ અને અન્ય પ્રવૃત્તિઓ દરમિયાન ઘર્ષણ ઘટાડે છે.
ગુપ્ત અંગોની આસપાસ તજે વાળ હોય છે એ શરીર પર એટેક કરતાં બેક્ટેરિયા સામે રક્ષણ આપે છે.
બગલ માં રહેલા વાળ તમને ચાલતી વખતે અથવા દોડતી વખતે તમારા હાથની ચામડીના ઘર્ષણને રોકવા માટે મદદ કરે છે.બગલના વાળ, જેને "એક્સીલરી" વાળ કહેવામાં આવે છે તે શરીરમાંથી ફેરોમોન્સ એકત્રિત કરે છે અને પ્રસારિત કરે છે, જેથી માદા આકર્ષીત થાય છે
પુરુષના ચહેરાના વાળ માટેના બે મુખ્ય સ્પષ્ટતા આંતરલૈંગિક આકર્ષણ (સ્ત્રીઓને આકર્ષિત કરવા) અને હરીફ પુરુષોને ડરાવવા માટે છે." એવું ઉત્ક્રાંતિ વાદ કહે છે.મૂળભૂત રીતે, ચહેરાના વાળ વીરતા અને જાતીય પરિપક્વતા નો સંકેત આપે છે .
આ સિવાય ચહેરા પરના દાઢી કે મૂછ નો કોઇ બીજો વ્યવહારુ ઊપયોગ વિજ્ઞાન સમજી શક્યું નથી.
Side Talk:
દાઢી અને મૂછ નાં છત્રીસ પ્રકાર આંતર રાષ્ટ્રીય રીતે નકકી થયાં છે એ બધી સ્ટાઈલ નીચે પ્રમાણે ચાર્ટ માં દેખાડી છે.