અભિનય માટે દુબઈથી કેરળ ગયેલા મલયાલમ અભિનેતા સુજીત રાજેન્દ્રનનું મંગળવારે (9 એપ્રિલ) સવારે અવસાન થયું.
મીડિયા અહેવાલો અનુસાર, એક અઠવાડિયા પહેલા તે એર્નાકુલમના અલુવા-પારાવુર રોડ પર ધ અલ્વે સેટલમેન્ટ હાયર સેકન્ડરી સ્કૂલની સામે અકસ્માતનો ભોગ બન્યો હતો અને તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. આજે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. અભિનેતાના અંતિમ સંસ્કાર થોનિયાકાવુ
સ્મશાનગૃહમાં સાંજે 5 વાગ્યે થયા હતા.