એવી જાહેરાત કરવા વાળા બધા ફ્રોડ અને ધુતારા છે.
નટરાજ પેન્સિલ જેવી મોટી કંપની પાસે પેન્સિલ ને બોક્ષ માં પેક કરવા માટે ઓટોમેટિક મશીનની વ્યવસ્થા છે. મે ત્યાં જાતે જોયેલું છે કે પેન્સિલ મશીન થી ઓટોમેટિક બોક્ષ માં પેક થઈ જાય.
થોડુક તો મગજ વાપરી શકાય - પેન્સિલ અને બોક્ષ તમારા ઘરે પહોંચાડવાનો ટ્રાન્સપોર્ટ ખર્ચ કરવા કરતા નટરાજ પેન્સિલને પોતાને ત્યાં માણસો રાખીને પેન્સિલ ને બોક્ષ માં પેક કરવાનું સસ્તું પડે.
ઓટોમેટિક પેન્સિલ બોક્ષ પેકિંગ મશીન (પ્રતીકાત્મક તસવીર)