જિંદગી માં પૈસાજ બધું છે
તમે જ્યારે નાના બાળક હતા, બિલકુલ નાના બાળક ત્યારે તમારી નજર ક્યાં જતી હતી?
તમારી મા પર.
તમને ભૂખ લાગે તો માં.
તમને બીક લાગે તો માં.
પેશાબ લાગે તો માં.
તમારી માં જ બધી જરૂરત પૂરી કરતી હતી આથી,તમારી માં જ તમારી બધું હતી.
તમે મોટા થયા, થોડા મોટા થયા ત્યારે તમને ખબર પડી કે સાચો પાવર તો બાપ પાસે છે.બાપ પાસે મા મીઠી, મીઠી વાતો કરી પૈસા લે છે. બાપ, આખો દિવસ બારે રહે છે. જ્યારે તમે તમારી માને પૂછો કે તમારો પપ્પા બારે કેમ રહે છે ?તો તે જવાબ આપતી કે તારા પપ્પા પૈસા કમાવા ગયા છે.
ત્યારે તમને થતું કે આ પૈસા આટલા મહત્વના કેમ છે? કદાચ, તમે તમારી માને આ પ્રશ્ન પૂછ્યો હોય અને ન પણ પૂછ્યું હોય . તમને તેનો જવાબ મળ્યો હશે.
તમને જ્યારે ચોકલેટ કે પેપર જોઈતી હોય ત્યારે તમે તમારા મમ્મી પપ્પા પાસે માગતા, ઘણી વખત એવું થતું ને કે તમારા મમ્મી પપ્પા તમને તેના માટે પૈસા ના આપતા. ત્યારે તમને બહુ દુઃખ થતું. તમને થતું કે તમારી પાસે જો પૈસા હોત તો તમે રમકડા , ચોકલેટ પીપરમેન્ટ જેવી અનેક વસ્તુઓ ખરીદી શકત અને તમે ખૂબ સુખી બની જાત.
કદાચ તમે જોખમ લઈને પૈસા મેળવવા તમારા પપ્પાના ગજવામાં હાથ પણ નાખ્યો હશે, મમ્મીના પૈસા ચોરાવી લીધા હશે અને ત્યારે તમને પૈસા વાપરવામાં મજા પણ પડી હશે.
દુનિયામાં કોઈ પણ વસ્તુ જોઈતી હોય ખરીદવી હોય તો પૈસા સિવાય મળતી નથી.
બસ ,ત્યારથી તમે વિચાર કરી લીધો કે પૈસા વિશ્વમાં બધું છે કારણ કે પૈસાથી બધું જ મેળવી શકાય છે.
પણ આ પૂર્ણ સત્ય નથી. પૈસા ખૂબ જ જરૂરી છે. પણ તેનાથી ઊંડુ સત્ય તમારાથી છુપાયેલું છે.
આ સત્ય હવે જોઈએ.
આ સત્ય જાણવા માટે માત્ર જોવાની જરૂર જ છે કે તમારી આજુબાજુમાં પૈસા પાત્ર માણસો કોણ છે? જો તેઓ ખૂબ પૈસાપાત્ર છે તો તેઓ ખૂબ પ્રસન્ન છે કે નહીં? જો તેઓ ખુશી નથી તો પૈસાથી તેઓ ખુશી થઈ શકતા નથી, તે સાબિત થાય છે.
કદાચ તેમનો સ્વભાવ ખરાબ હોય એટલે કે પર્સનાલિટી ખરાબ હોય ,તેમને ખોટા ડર ,ભય ,શંકા આવતા હોય , તેમને કદાચ એવો વિચાર આવતો હોય કે કોઈ મારા પૈસા છીનવી તો નહીં જાય ને? તેમને તેમના મિત્રો બાળકો અને સરકાર પર પણ શંકા રહેતી હોય? હવે, જો પૈસા હોય તો તે પોતાના સ્વભાવને તેની મદદથી કેમ બદલાવી શકતા નથી તેનો જરા વિચાર કરો?
તમારી બાજુમાં એવા પૈસા પાત્ર, રીચ લોકો પણ તમને જોવા મળશે કે જેઓ નો સ્વભાવ ખૂબ સારો છે પણ તેઓ બીમાર છે તેઓ શારીરિક રીતે બીમાર છે અને ટૂંક સમયમાં મૃત્યુ પામવાના છે ,જો પૈસાથી કશું એ ખરીદી શકાતું હોય તો તંદુરસ્તી કેમ નહીં જરા વિચાર તો કરો?
મારી સંબંધમાં ખૂબ પૈસાદાર છોકરો છે કે જે કરોડપતિ છે તેણે કોઈપણ સ્ત્રીને ખરાબ નજરથી જોઈ નથી, કોઈ પ્રકારનો સંબંધ રાખ્યો નથી, પણ સતત તે પ્રેમ શોધી રહ્યો છે છતાંયથી એકલો જ છે. તેના માતા-પિતા, સમાજના આજુબાજુના લોકો, અમે બધા જ લોકો તેના માટે સારી છોકરી શોધી રહ્યા છીએ પણ તેને તે મળતી નથી જો પૈસાથી પ્રેમ મળી શકતો હોય તો તે કેમ મેળવી શકતો નથી જરા વિચાર તો કરો?
તમે જરા ધ્યાનથી જોશો તો તમારી આસપાસમાં એવા લોકો મળી આવશે કે જેઓ બહુ પૈસાદાર છે ,તેમ છતાં તેના બાળકો બહુ મૂર્ખ, બેવકૂફ છે ,ઉતાવળા છે, ગુસ્સાવાળા છે અને એકદમ દુઃખી છે તેમાંથી ,કેટલાક લોકો આપઘાત કરી લે છે. જો પૈસાથી માનસિક સુખ મેળવી શકાતું હોય તો તો તે કેમ મેળવી શકાતું નથી જરા વિચાર તો કરો?
શરૂઆતમાં 20, 25 વર્ષ 30, 35 વર્ષ સુધી તમને એવું લાગશે કે પૈસા મળે તો બધું મળી જશે પણ જ્યારે તમને પૈસા મળી જશે ત્યારે ખબર પડશે કે પૈસા મળ્યા પછી ઘણું બધું મળતું નથી
પૈસા મેળવવા માટે બાવરા બની અને ગમે તેવું કામ ન કરો પણ સારું કામ કરતા કરતા જે પૈસા મળે તેનો આનંદ કરો . તમારા ગ્રાહકોને ઉપયોગી થાઓ, તમારા બોસ ને તમારી કંપનીને સાચા અર્થમાં મદદ કરો, તમારા કુટુંબને આવક મેળવીને મદદ કરો, તમારા પ્રિયજનોમાં તેને શેર કરો ,તમારો આનંદ બધા સાથે માણો.
સૌથી વધુ તો આ વિશ્વના સર્જનહારનો આભાર માનો કે જેણે આ વિશ્વમાં તમને કોઈ વિશિષ્ટ કામ કરવા માટે તક આપી છે.
સુંદર પ્રશ્ન પૂછી અને વિચારવાની તક આપી તે માટે તમારો આભાર.