નાના પગાર થી મોટા બિઝનેસ તરફ કંઈ રીતે જવું?
'મારી એક નાની નોકરી છે, જેમાં મને નાનો પગાર મળે છે, હવે હું બહુ મોટો બિઝનેસ કરવા ઇચ્છું છું, મારો રોલ મોડલ મુકેશ અંબાણી છે કે પછી ધીરુભાઈ અંબાણી છે કે પછી એલનમસ્ક છે મારી પાસે મોટા બંગલા હશે, મોટી કાર હશે ,એક નાનકડું હેલિકોપ્ટર હશે. મારો બિઝનેસ દિવસે અને રાત્રે પણ ચાલતો હશે, મને પેસિવ ઇન્કમ હશે ,મારા સાથે હજારો માણસો કામ કરતા હશે'
આવી જાતના સપનાઓ અને આવી વાતો ઘણા સ્વપ્નિલ લોકો જોતા હોય છે. ત્યાર પછી કામ કરતા હોય છે. નોકરી છોડી દે અને પછી પોતાનો નાનકડો બિઝનેસ શરૂ કરે છે. મોટાભાગના બિઝનેસમાં નિષ્ફળ જાય છે. અથવા તેમનું બિઝનેસ ગમે તેમ ચાલતો હોય છે, તેઓ બિઝનેસ બંધ કરી ફરીથી હાથ પગ જોડીને બીજી નોકરી શરૂ કરે છે. ફરી મોકો મળે તો વળી બિઝનેસ કરે છે. નિષ્ફળ જાય છે.
આ જીવનની વાસ્તવિકતા છે. તો તમારે ખોટા, ખોટા, મોટા મોટા સપના જોવા બંધ કરવા જોઈએ.
તેને બદલે તમે જે પણ કામ કરો છો, તે કામ સારી રીતે કરો. સારી રીતે કામ કરવાથી કામ કરવાનો આનંદ આવશે. પૈસા તો તમને દુનિયા આપશે જ. આજકાલ મેં જોયું છે કે મોટી કંપની હોય કે નાની કંપની હોય કંપનીઓને થોડું ઘણું પણ કામ કરતા લોકો મળતા નથી, માટે કંપનીઓને માણસોની જરૂર છે તેઓ તમને પૈસા આપશે.
આ નાની કે મોટી કંપનીમાં નોકરી કરો અને તેની સાથે જો બિઝનેસ કરવાનો મોકો મળે. તમને કોઈ સારો પાર્ટનર મળે કે સારી તક મળે તો બહુ જ સાચવીને બિઝનેસ કરો. બિઝનેસ કરવો આજકાલ અઘરો બન્યો છે. નાનો બિઝનેસ કરવો તો બહુ જ અઘરો છે.
સારા ગુરુ પાસે તાલીમ મેળવો. જે ક્ષેત્રમાં બિઝનેસ કરવા માગો છો, તેજ ક્ષેત્રમાં નોકરી કરો, અનુભવ મેળવો, ધીરે ધીરે બિઝનેસ થવા લાગશે જેમ તમે પણ ધીરે ધીરે મોટા થઈ ગયા તેમ બિઝનેસ પણ ધીરે ધીરે મોટો થશે.
આપણું કામ, કામ કરવાનું છે, સારી રીતે કામ કરવાનું છે.
ઈશ્વર તમને સફળતા આપે.