આવતીકાલે તારીખ 28/5/ 2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે

*ગુજરાતની જાહેર જનતાને નમ્ર અપીલ....................*

 *ગુજરાત સરકાર અને શિક્ષણ વિભાગની સરહાનીય પહેલ..................*

*નમો લક્ષ્મી........નમો લક્ષ્મી.........નમો લક્ષ્મી...........* 

*આવતીકાલે તારીખ 27/5/ 2024 સોમવારના રોજ ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત પોર્ટલ લોન્ચ થવા જઈ રહ્યું છે ત્યારે*

*થોડું આ યોજનાના લાભ વિશે....*

*ધોરણ ધોરણ 9 થી 12 માં અભ્યાસ કરતી રાજ્યની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ મળવા પાત્ર છે જેમાં આ યોજનામાં કોઈ જ્ઞાતિ સાથે સંબંધ નથી*

*આપની દીકરીને અન્ય કોઈપણ પ્રકારની શિષ્યવૃત્તિ મળતી હશે તો પણ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે*

*ધોરણ 9 થી 12 એમ ચાર વર્ષ દરમિયાન કુલ 50,000 રૂપિયા જેવી માતબર રકમ શિષ્યવૃતિ પેટે આપની દીકરીના મમ્મીના ખાતામાં જમા થશે*

 *જુન 2024 થી જ આ યોજનાનો લાભ મળવા પાત્ર છે દર મહિને નિશ્ચિત થયેલી રકમ દીકરીની મમ્મીના ખાતામાં જમા થશે*

*આપની દીકરીએ જો ગુજરાત રાજ્યની કોઈપણ સરકારી કે ગ્રાન્ટેડ કે શાળામાં ધોરણ - આઠ(૮) માં અભ્યાસ કરેલો હોય અથવા નોન ગ્રાન્ટેડ શાળામાં આરટીઇ અંતર્ગત પ્રવેશ મેળવેલ હોય અને ધોરણ 1 થી 8 નો અભ્યાસ કરેલો હોય અને હાલ ધોરણ નવ માં અભ્યાસ કરતી હોય તો આવકના દાખલા ની જરૂરિયાત નથી*

*જો આપની દીકરીએ ધોરણ - આઠ (8) માં નોન ગ્રાન્ટેડ/સેલ સેલ્ફ ફાઇનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો છ(૬) લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક મર્યાદા નક્કી કરવામાં આવેલ છે*

*આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધારો......*

*૧)દીકરીનું લિવિંગ સર્ટિફિકેટ અથવા જન્મનું પ્રમાણપત્ર*
*૨)દીકરીનું આધારકાર્ડ* 
*૩)દીકરીના માતાનું આધારકાર્ડ* 
*૪) માતાનું બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પેજ ની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક*
*૫)માતા ન હોવાના કિસ્સામાં દીકરીના બેન્ક એકાઉન્ટ પાસબુક ના પ્રથમ પેજ ની ઝેરોક્ષ નકલ અથવા કેન્સલ ચેક*
*૬) જો દીકરીએ ધોરણ - આઠ (8) માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો વાલીની ૬ લાખ સુધીની આવકનો દાખલો(ગુજરાત સરકાર દ્વારા માન્ય નમૂનાનો)*

*ખાસ સૂચના: અત્રે જન ધન યોજના અંતર્ગત ખોલાવેલ બેન્ક એકાઉન્ટ પણ માન્ય રહેશે*

*આપની દીકરીએ ધોરણ આઠ (8) માં સેલ્ફ ફાઈનાન્સ શાળામાં અભ્યાસ કરેલો હોય તો દીકરીના વાલીની/કુટુંબની તમામ સાધનોની મળીને વાર્ષિક આવક રૂપિયા 6 લાખથી વધારે ન હોવી જોઈએ*

*આ યોજનાનો નિયમિતપણે લાભ લેવા માટે આપની દીકરીની શાળામાં ૮૦ ટકા હાજરી હોવી અનિવાર્ય છે*

*જો આપ ઉપરોક્ત ક્રાઈટેરિયામાં આવતા હોય અને રાજ્યની ગુજરાત બોર્ડની કોઈપણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા કે સીબીએસસી બોર્ડની માધ્યમિક એ ઉચ્ચતર માધ્યમિક શાળા આ યોજનાનો લાભ આપની દીકરીને આપવામાં ઉદાસીનતા દાખવે તો સત્વરે જે તે જિલ્લાની જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીનો સંપર્ક કરવો*

*આ યોજના વિશે વધુ જાણકારી માટે પરિપત્ર સામેલ છે*

*આપના મોબાઇલમાં સેવ કરેલા તમામ નંબર તેમજ જેટલા પણ ગ્રુપ હોય તેટલા તમામ ગ્રુપમાં આ પરિપત્ર અને મેસેજને શેર કરી સમાજની તમામ દીકરીઓને આ યોજનાનો લાભ અપાવવા આપનું એક ભગીરથ કાર્ય આ યોજનાની સો ટકા સીધી ગણાશે*

*આપ જરૂરિયાતમંદ વાલીને બેંક એકાઉન્ટ ખોલવામાં તેમજ આવકના દાખલા કઢાવવામાં મદદરૂપ થશો અને સમાજની તમામ દીકરીઓને સરકારશ્રીની આ યોજનાનો લાભ અપાવવામાં મદદરૂપ થશો તો મનુષ્ય સ્વરૂપે ઈશ્વર ૧૦૦ ટકા આશીર્વાદ અને દુવાઓ આપશે જેની પાકી ગેરંટી સાથે.........*👌🏻👌🏻👍🏻☸️💓🕉️🙏🏻

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.