આજ ના આધુનિક યુગ મા એટલી બધી સુવિધાઓ છે કે વ્યક્તિ ને પેલા વાત કરવા માટે હજારો કિલોમીટર અંતર કાપી ને સામેવાળા ને મળવું પડતું અને અત્યારે વિડીયો કાલીંગ વડે વાત થાય છે. તો આજ રીતે અત્યાર ના સમય મા એક પળ નથી નીકળતું તેવી એક એપ છે વોટ્સઅપ, જે જેના વગર દિવસ જાણે ઉગતો જ ના હોય.
આ એપ થી વ્યક્તિ પોતાના સગા સંબંધીઓ સાથે સતત જોડાયેલા રહે છે. સાથોસાથ મ્હહત્વ ની સૂચનાઓ ની પણ આપ-લે સેહલાઈ થી થાય છે. એક નિયમ મુજબ કે જેમ વિજ્ઞાન ની સારી અસરો છે તેમ તેની ખરાબ અસરો પણ જોવા મળે છે. એવી જ રીતે આ વાત લાગુ પડે છે વોટ્સઅપ સાથે. તો ચાલો જાણીએ કંઈ રીતે.
હેકિંગ વડે સામે નો વ્યક્તિ તમારું વોટ્સઅપ હેક કરી શકે છે અને તેના માટે માત્ર ખ્યાલ હોવો જોઈએ તમારો મોબાઈલ નંબર તેમજ ઈ-મેઈલ આઈ ડી. કોઈ ની સાથે પણ મોબાઈલ નંબર કે ઈ-મેઈલ આઈ ડી આપતા પેહલાં જરા સાવધાની રાખવી. ઈ-મેઈલ આઈ ડી ના પાસવર્ડ હોય કે ના હોય માત્ર નંબર ઉપર થી પણ હેકિંગ શક્ય છે. તો ચાલો જાણીએ કે કેવી રીતે જાણ થાય કે તમારું વોટ્સઅપ હેક થયેલું છે કે નહિ. તો તેના માટે તમારે માત્ર નીચે આપેલ માહિતીને અનુશરણ કરવું પડશે.
પહેલા તો મોબાઈલ ના ડેટા ને ઓન કરો અને વોટ્સઅપ ખોલો. હવે તેમાં શોધવા માટે ની નિશાની જમણી તરફ જોવા મળશે તેની સાવ નજીક ત્રણ ટપકા આપેલા છે તેના ઉપર ક્લિક કરો. આ ટપકાં ઉપર ક્લિક કરતા ઘણા વિકલ્પો જોવા મળશે તેમાંથી Whatsapp web નો ઉપયોગ કરવો.
ત્યારબાદ તેમાં અંદર જશો એટલે Scan code લખેલું આવશે અને નીચે જોતા મોબાઇલ સ્કેન થશે અને ત્યારે ત્યાં જમણી બાજુએ OK, GOT IT નો વિકલ્પ આવશે એટલે તેના ઉપર ક્લિક કરવું તેથી કેમેરો ચાલુ થશે અને આખી સ્ક્રીન સ્કેન થતી હોય તેવું લાગશે. જો આ જણાવ્યા મુજબ થતું હોય તો તમારું વોટ્સઅપ હેક થયું નથી પણ જો Whatsapp web મા ક્લિક કરતા સ્કેનીંગ ન થાય તો સમજવું કે વોટસએપ હેક થયેલું છે. તેમજ તમારા વોટ્સઅપ ની માહિતી કોઈ મેળવી રહ્યું છે.જો Whatsapp web મા ક્લિક કરતા "Logged in devices" લખેલું આવે તો નીચે તેની માહિતી આવતી હશે. આ માહિતી એ વ્યક્તિ હશે જે કોઈ તમારું વોટ્સઅપ તેના કોમ્પ્યુટર મા ઉપયોગ કરતા હશે. અહિયાં જયારે પણ તમે વોટ્સઅપ ખોલશો તો ત્યારે તે પણ કોમ્પ્યુટર થી તમારું વોટ્સઅપ ખોલી શકે છે. હા એક છે કે જયારે તમારું વોટ્સઅપ બંધ હોય ત્યારે તે કોમ્પ્યુટર પર તમારું વોટ્સઅપ ખોલી શકતા નથી. નીચે આપેલ ફોટો હેક થયેલું વોટ્સઅપ નો ફોટો છે.