આ લાલ રંગની પટ્ટી વિશે ડોકટરો વધુ સારી રીતે જાણે છે. પરંતુ સામાન્ય લોકો તેના વિશેની કોઈ માહિતી જાણતા હોતા નથી. આવી સ્થિતિમાં, લોકો ડોકટરોની સલાહ વિના મેડિકલમાંથી દવા ખરીદે છે અને સમસ્યાનું સમાધાન શોધવાની જગ્યાએ સમસ્યા વધે છે. તેથી, દવાઓ ખરીદતી વખતે ખૂબ કાળજી લેવી જરૂરી છે.
ખરેખર, દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટીનો અર્થ એ છે કે, ડોક્ટરની સલાહ વિના આ દવાઓ વેચી શકાતી નથી અને તેનો ઉપયોગ પણ કરી શકતો નથી. એન્ટિબાયોટિક્સ દવાઓના ખોટા ઉપયોગને રોકવા માટે જ દવાઓના પત્તા પર લાલ રંગની પટ્ટી લગાવવામાં આવે છે.
લાલ રંગની પટ્ટી સિવાય, દવાઓના પત્તા પર બીજી ઘણી ઉપયોગી વસ્તુઓ લખેલી હોય છે, જેના વિશે જાણવું પણ ખૂબ મહત્વનું છે. કેટલીક દવાઓના પત્તા પર Rx લખેલું હોય છે, જેનો અર્થ છે કે, આ દવાઓ ડોક્ટરની સલાહ વિના લેવી જોઈએ નહીં.