Jio એ લગભગ અઢી વર્ષ પછી પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. જ્યારે એરટેલે તેના પ્લાન 600 રૂપિયા મોંઘા કર્યા છે, તો Jioના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો થયો છે. બંને કંપનીઓએ 5G સેવા શરૂ કર્યા બાદ પોતાના પ્લાનમાં આ મોટો વધારો કર્યો છે.
આ સિવાય દૈનિક ડેટા પ્લાન અને ડેટા એડ ઓન પ્લાનની કિંમતોમાં પણ વધારો કરવામાં આવ્યો છે. એટલેકે હવે તમારે જ્યારે એકસ્ટ્રા ડેટાની જરૂર પડશે ત્યારે તમારે હવે ટોપ-અપ કરવા એટલેકે, એકસ્ટ્રા ડેટા લેવા પહેલા કરતાં વધારે કિંમત ચૂકવવી પડશે.
આ પહેલા પણ ટેલિકોમ કંપનીઓએ કેટલાક પ્લાનમાં ફેરફાર કર્યો હતો, પરંતુ આ વખતે સમગ્ર પોર્ટફોલિયોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ચાલો જાણીએ કે આ કંપનીઓના રિચાર્જ પ્લાન માટે કેટલા પૈસા ખર્ચવા પડશે.
Jio એ કિંમતમાં કેટલો વધારો કર્યો?Jio એ પોતાના પ્લાનની કિંમતોમાં 27 ટકા સુધીનો વધારો કર્યો છે. રિલાયન્સ જિયો ઇન્ફોકોમના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું હતું કે, 'નવી યોજનાઓની શરુઆત અને ઇંડસ્ટ્રી ઇનોવેશનને આગળ વધારવા માટે 5G અને AI ટેક્નોલોજીમાં રોકાણ દ્વારા વિકાસને આગળ વધારવા તરફનું આ એક પગલું છે.'
કંપનીએ તેની પ્રેસ રિલીઝમાં જણાવ્યું હતું કે, 'Unlimited 5G સેવા 2GB અને તેનાથી ઉપરના તમામ પ્લાનમાં ઉપલબ્ધ હશે. નવા પ્લાનની કિંમત ૩ જુલાઇ, 2024થી લાગુ થશે. આ તમામ ટચપોઇન્ટ્સ અને ચેનલો પરથી ઍક્સેસ કરી શકાશે.
Jioની સાથે એરટેલે પણ પોતાના રિચાર્જ પ્લાનની કિંમતોમાં વધારો કર્યો છે. કંપનીનું કહેવું છે કે, ભારતમાં વધુ સારો ટેલિકોમ બિઝનેસ ચલાવવા માટે કંપનીનું ARPU 300 રૂપિયાથી વધુ હોવું જોઈએ. ARPU એટલે કે એવરેજ રેવન્યુ પર યુઝર્સ, કન્ઝ્યુમર્સથી થનારી સરેરાશ કમાણી છે.
કંપનીનું કહેવું છે કે, તેણે પ્લાનની કિંમતોમાં થયેલા વધારાને ન્યૂનતમ રાખવાનો પ્રયાસ કર્યો છે. એન્ટ્રી લેવલ પ્લાનની કિંમતોમાં દરરોજ 70 પૈસાથી ઓ કરવામાં આવ્યો છે.