જીત, ગ્રેસ માર્ક્સવાળા 1563 વિદ્યાર્થીની 23 જૂને ફરી પરીક્ષા; પરીક્ષા નહીં આપે તો જૂનું પરિણામ ગ્રેસ માર્ક્સ વગર જાહેર થશે
NEET પરીક્ષામાં થયેલી ગેરરીતિઓને લઈને ગુરુવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. કેન્દ્ર દ્વારા એવી દરખાસ્ત કરવામાં આવી હતી કે ગ્રેસ માર્ક્સ મેળવનાર 1563 ઉમેદવારોના સ્કોરકાર્ડ રદ કરવામાં આવશે. આ પછી ગ્રેસ માર્ક્સ વિના સ્કોર કાર્ડ જારી કરવામાં આવશે. આ ઉમેદવારો માટે હવે 23 જૂને ફરી પરીક્ષા લેવામાં આવશે. પરિણામ 30 જૂન પહેલા જાહેર કરવામાં આવશે. જેથી કરીને જુલાઈમાં શરૂ થતા કાઉન્સેલિંગને અસર ન થાય અને 6 જુલાઈની પહેલાથી જ નક્કી કરેલી તારીખથી તમામ બાળકોનું કાઉન્સેલિંગ એકસાથે થઈ શકે. પરીક્ષામાં બેસવા માંગતા ન હોય તેવા ઉમેદવારનું પરિણામ ગ્રેસ માર્ક્સ વિના જૂના સ્કોરકાર્ડના આધારે જ ગણવામાં આવશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રના આ પ્રસ્તાવને સ્વીકારી લીધો છે.
મેડિકલ એન્ટ્રન્સ ટેસ્ટ એટલે કે નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ UG (NEET UG) પરીક્ષા દેશભરમાં લેવાઈ હતી. ગુજરાતમાંથી અંદાજે 80 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને દેશમાંથી 24 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.