T20 WC Final: ICCની આ જાહેરાતથી IND vs SA Final મૅચ પહેલા ભારત માટે આવ્યા ચિંતાજનક સમાચાર

T20 WORLD CUP માં આવતીકાલે 29 જૂન ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA Final) વચ્ચે ફાઇનલ રમાશે. આ બંને ટીમો માટે આ ફાઇનલ મેચ ઘણી બધી રીતે મહત્વની છે. દક્ષિણ આફ્રિકા પહેલી વખત કોઈ વર્લ્ડકપ ફાઇનલમાં પહોંચ્યું છે તો બીજી તરફ ભારત પણ છેલ્લા 13 વર્ષથી વર્લ્ડકપ જીત્યું નથી. બંને ટીમો અત્યાર સુધીમાં આ ટુર્નામેન્ટમાં એકપણ મેચ હારી નથી. માટે આ મુકાબલો રોમાંચક રહેશે એમાં કોઈ શંકા નથી.

પરંતુ ફાઇનલ મેચ અગાઉ ભારત માટે એક ચિંતાજનક સમાચાર આવ્યા છે. જે ક્રિકેટ ફેન્સને નિરાશ કરી શકે છે.

અમ્પાયર્સ પેનલ જાહેર

ICC એ ICC T20 WORLD CUP 2024 માટે અમ્પાયરોની પેનલની જાહેરાત કરી છે. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની ફાઈનલમાં ન્યુઝીલેન્ડના ક્રિસ ગેફની અને ઈંગ્લેન્ડના રિચાર્ડ ઇલિંગવર્થ ઓન-ફીલ્ડ અમ્પાયર રહેશે. તો તેઓની સાથે રિચર્ડ કેટલબરોને ટીવી અમ્પાયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સિવાય રોડની ટકર મેચ માટે ચોથા અમ્પાયરની ભૂમિકામાં હશે.

હવે આ સમાચાર ભારતીય ક્રિકેટ ફેન્સને એટલા માટે નિરાશ કરી શક કારણ કે, ICC ટુર્નામેન્ટમાં જ્યારે પણ રિચર્ડ કેટલબરો નોક-આઉટ ત્યારે ભારતીય ટીમ તે મેચો જીતવામાં સફળ રહી નથી. જો કે, ભારતીય ૮ાન આરિચર્ડ કેટલબરો ભારત માટે શુકનિયાળ નથી રહ્યા

અગાઉના રેકોર્ડ પ્રમાણે રિચર્ડ કેટલબરો જ્યારે પણ ICC ટૂર્નામેન્ટની નોક-આઉટ મેચમાં અમ્પાયર રહ્યા છે, ત્યારે ભારતીય ટીમ કમનસીબે તે મેચ હારી છે. વર્ષ 2021માં આયોજિત ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો અને ત્યારે રિચર્ડ કેટલબરો ટીવી અમ્પાયર હતા. ગયા વર્ષે ODI વર્લ્ડ કપની ફાઇનલમાં ભારત ઓસ્ટ્રેલિ ગયું હતું અને તે મેચમાં રિચર્ડ કેટલબરો ઓન-ફીલ્ડ અમ્પાયર હતા.

ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.